SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TEE કલ્પસૂત્ર ભાષાંતર સપ્તમ વ્યાખ્યાનમ્ અને ઉંચે ચડતા એવા ઘણા દેવો અને દેવીઓએ કરીને (જ્ઞાવ ધનત્રમૂયા વ@Tમૂયા માવ દુલ્યા) માવજાણે અતિશય આકુલ થઈ હોયની ! તથા આનંદથી ફેલાઈ રહેલા હાસ્યાદિ અવ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ હોયની ! એવી થઈ ૧૫all (સેસ તહેવ) શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મોત્સવ વિગેરે બાકીનો સર્વ વૃત્તાંત તે જ પ્રમાણે એટલે પૂર્વે કહી ગયેલા શ્રી મહાવીર પ્રભુ પેઠે જાણી લેવો. (નવરં સમાવેજી માળિય) વિશેષ એટલો કે - તે જન્મોત્સવ ! વિગેરેમાં શ્રી મહાવીર પ્રભુને બદલે શ્રીપાર્શ્વનાથ પ્રભુનું નામ કહેવું. (બાવન) યાવતુ - અશ્વસેન રાજો પુત્રજન્મની ખુશાલીમાં દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુલમર્યાદા કરી, અને પુત્રજન્મને બારમે દિવસે સગાંસંબંધી તથા જ્ઞાતિજનોને આમંત્રણ કરી ભોજન કરાવ્યું અને કહ્યું કે - “હે દેવાનુપ્રિયો ! અમારો આ બાળક ગર્ભમાં હતો ત્યારે શયામાં રહેલી તેની માતાએ રાત્રે અંધકારમાં પણ પાર્શ્વ એટલે પડખેથી જતા કાળા સર્પને દેખ્યો હતો, (તે દોડે છi મારે પાસે નામે) તેથી અમારો આ કુમાર નામ વડે “પાર્થ” હો, એટલેઅમારા આ કુમારનું નામ “પાર્શ્વ પાડીએ છીએ”. હવે ઇન્દ્ર આજ્ઞા કરેલી ધાત્રીઓ વડે લાલન-પાલન કરાતા જગત્પતિ શ્રી પાર્શ્વનાથ બીજના ચન્દ્રમાં પેઠે દિવસે દિવસે વધવા છતા નવ હાથ ઉંચી કાયાવાળા અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પછી કુશસ્થલ નગરના પ્રસેનજિત રાજાની પ્રભાવતી નામની કન્યા સાથે માતા-પિતાએ આગ્રહથી પ્રભુનો વિવાહ કર્યો. ૪૦૮ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy