________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
WW
www.ksbatirth.org
રહેવા માટે બાર ચોમાસાં કર્યાં. (રાશિદ્દે નરે નાતંત્ = વાદિરિયે નીસા) રાજગૃહ નગરની બહાર ઉત્તર દિશામાં નાલંદ નામના શાખાપુર એટલે નાલંદ નામના પાડાની નિશ્રાએ (ચન્ડ્સ અંતરાવાસે વાસાવાાસં વાળ) વર્ષાકાલમાં રહેવા માટે ચૌદ ચૌમાસાં કર્યાં. (ઇ મિહિલા!) છ ચોમાસાં મિથિલા નગરીમાં, (તે મદિયાણ) બે ચોમાસાં ભદ્રિકા નગરીમાં, (ગં આતંમિયા!) એક ચોમાસું આલંભિકા નગરીમાં, (Î સાવત્ની) એક ચોમાસું શ્રાવસ્તી નગરીમાં, (માં પળિયમૂમી) એક પ્રણિતભૂમિ એટલે વ્રજભૂમિ નામના અનાર્યદેશમાં, (i) અને એક (પાવાપુ મામા) મધ્યમ પાપા નગરીને વિષે (ત્યિવાનસ્સ રળો) હસ્તિપાલ રાજાના (રજ્જુસમા) રજુક એટલે કારકુનોની જીર્ણ સભામાં (ગચ્છિમ અંતરાવાસં વસાવાનું ઢવાળÇ) વર્ષાકાલમાં રહેવા માટે અપશ્ચિમ એટલે છેલ્લું ચોમાસું કર્યું. પહેલાં તે નગરીનું નામ ‘અપાપા’ હતું; પણ પ્રભુ તે નગરીમાં કાલધર્મ પામ્યા, તેથી દેવોએ તે નગરીનું ‘પાપાપુરી’ એવું નામ પાડ્યું. આવી રીતે પ્રભુના છદ્મસ્થકાલમાં અને કેવલિ અવસ્થામાં સર્વ મળી બેતાલીસ ચોમાસા થયાં ૧૨૨।।
(તત્ય ) તેને વિષે શ્રમણ ભગવાન્ મહાવીરે (ને સે પાવાપુ મર્ણિમા) જે વર્ષાકાલમાં મધ્યમ પાપાપુરીને વિષે (જ્ઞચિવાલસ રો) હસ્તિપાલ રાજાના (જ્જુસમા!) કારકુનોની સભામાં (કિમ અંતરાવાસ) છેલ્લું ચોમાસું (વાસાવાસં વાળÇ) વર્ષામાં રહેવા માટે કર્યું, ॥૧૨૩॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાનમ્
૩૮૨