SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandie કલ્પસૂત્ર ભાષાંતર ષષ્ઠ વ્યાખ્યાનમ્ થિી , ગાયતે : કામરાત-એટલે જે બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે' ઇત્યાદિ વેદપદોથી પરલોકની સત્તા જણાય છે. કેમકે જો પરલોક ન હોય તો અગ્નિહોત્ર કરનારો સ્વર્ગમાં કેમ જઈ શકે ?, તથા શૂદ્રનું અન્ન ખાનારો બ્રાહ્મણ નારકી કેવી રીતે થઈ શકે ? આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે પરલોક છે કે નથી ? પરંતુ તે મેતાર્ય ! તારો આ સંશય અયુક્ત છે, કેમકે - ‘વિજ્ઞાનઘન’ એ વેદવાક્યનો અર્થ તું સમજયો નથી. તેનો અર્થ આ પ્રમાણે છે - (વિજ્ઞાન ન ઈવ) એટલે જ્ઞાન-દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાયરૂપ જ આત્મા (મ્યો મૂખ્ય સમુત્યાય) જોયપણે એટલે જાણવા યોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો થકી, અથવા ઘટ પટ વિગેરે ભૂતોના વિકારો થકી ‘આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે' ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને (તાવાડનું નિતિ) તે ઘટ વિગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે; અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે અથવા સામાન્ય સ્વરૂપે રહે છે; (ન , પ્રત્યસંજ્ઞાડરિત) આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી | નથી. આ વેદપદોથી ઘટાદિ ભૂતોની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ અને વિનાશ સૂચવેલ છે, પણ આ તેથી ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ સમજવાનું નથી. ચૈતન્ય એ ભૂતોનો ધર્મ નથી, પણ આત્માનો ૩૭૭ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy