SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર ષષ્ઠ વ્યાખ્યાનનું પુણ્ય-પાપ નામના પદાર્થ નથી પણ વળી “પુણ્યઃ પુણ્યન કર્મણા; પાપઃ પાપન કર્મણા”-પુણ્યકર્મ એટલે શુભકર્મ વડે પ્રાણી પુણ્યશાળી થાય છે, અને પાપકર્મ એટલે અશુભ કર્મ વડે પાપી બને છે એ વેદપદોથી | પુણ્ય-પાપની સત્તા જણાય છે. આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે પુણ્ય-પાપ છે કે નથી ? પરંતુ તે અચલભ્રાતા ! આ તારો સંશય અયુક્ત છે, કેમકે પુરુષ પુર નિ સર્વ ય મૂર્ત ચક્ય માધ્યમ, - એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું અને ભવિષ્યકાળમાં થશે, સર્વ આત્મા જ છે' એ વેદપદોમાં આત્માની સ્તુતિ કરી છે, પણ તેથી પુણ્યપાપ નથી એમ સમજવાનું નથી. જેમ “વિષ્ણમય જગતુ' ઇત્યાદિ વેદપદોમાં આખા જગતને વિષ્ણુમય કહ્યું છે; પણ એ વેદપદો વિષ્ણુનો મહિમા જણાવનારાં છે, તેથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુનો અભાવ સમજવાનો નથી; તેમ જે કર્યું અને જે થશે તે સર્વ આત્મા જ છે એ આત્માનો મહિમા જણાવ્યો છે, તેથી આત્મા સિવાય પુણ્ય-પાપ નથી' એમ સમજવાનું નથી. વળી દરેક પ્રાણી જે સુખ-દુઃખ અનુભવે છે તેનું કાંઈ પણ કારણ અવશ્ય હોવું જ જોઈએ, | કેમકે કારણ વિના કાર્ય સંભવે નહિ; અને તે કારણ પુણ્ય-પાપ છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અલભ્રાતાને જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે | મી. પુણ્ય-પાપ છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ છે નવમો ગણધરઃ || ૩૭૫ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy