________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
“જો ત્રણે જગતના લોકો એક્ઠા થાય, તેમના આયુષ્યની સમાપ્તિ ન થાય, અને પરાર્ધથી ઉ૫૨ ગણિત હોય તો કદાચ તે સર્વજ્ઞપ્રભુના ગુણો ગણી શકાય ।।૧।।” ઇત્યાદિ પ્રકારે લોકોએ પ્રભુની સ્તુતિ કરી, તે સાંભળી ઇન્દ્રભૂતિ વધારે વિચારમાં પડી ગયો; અને ચિંતવવા લાગ્યો કે – “ખરેખર આ મહાધૂર્ત તો માયાનું ઘર જણાય છે !, અરે ! તેણે આ સમગ્ર લોકોને કેવી રીતે ભ્રાન્તિમાં નાંખી દીધા ! પરંતુ જેમ હાથી કમલને ઉખેડી નાખે, કુહાડો ઘાસને કાપી નાખે, અને સિંહ હરણીયાંને હણી નાખે તો તેમાં તેણે શી બહાદૂરી કરી !, તેમ આ ઇન્દ્રજાળીઓ આવા ભોળા અને મૂર્ખ લોકો પાસે પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે તો તેમાં તેની શી મોટાઈ ! તેઓનું એ મિથ્યાભિમાન ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી મારી સાથે વાદવિવાદમાં ઉતર્યો નથી. પરંતુ હવે તો હું એ સર્વજ્ઞને ક્ષણમાત્ર પણ સહન કરી શકું નહિ, અંધકારના સમૂહને દૂર કરવા સૂર્ય જરા પણ વિલંબ કરતો નથી. જેમ અગ્નિ હાથના સ્પર્શને, સિંહ પોતાની કેશવાલીના ખેંચવાને અને ક્ષત્રિય શત્રુથી થતા પરાભવને કદિ પણ સહન કરી શકતો નથી તેમ સર્વજ્ઞ એવો હું આવા સર્વજ્ઞપણાનો આડંબર કરનાર પાખંડીને કદિ પણ સહન કરી શકું નહિ. જેણે પ્રખર પંડિતોની સભામાં મોટા મોટા વાદીઓને વાદવિવાદમાં બોલતા બંધ કરી દીધા છે એવા મારી પાસે ઘરમાં જ શૂરવીર બનેલો આ સર્વજ્ઞ કોણ છે ! જે અગ્નિએ મોટા પર્વતોને પણ બાળી નાખ્યા છે તેની આગળ વૃક્ષો કોણ માત્ર છે ? જે વાયુએ મદોન્મત્ત હાથીઓને પણ ઉડાડી મૂક્યા છે તેની આગળ રૂની પુણીનું શું જોર ચાલે ?
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૪૦