________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir EALTH
' ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
| પુત્રે ચોરની ભ્રાંતિથી તે આચાર્યને ભાલાથી હણ્યા, છતાં તેઓ શુભધ્યાનથી ચલિત થયા નહિ. તે વેદનાને સહન કરતાં તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને કાળધર્મ પામી દેવલોકે ગયા.
ત્યાંથી વિહાર કરી પ્રભુ કૂપિક નામના સન્નિવેશમાં ગયા. મૌન ધરીને રહેલા પ્રભુને ત્યાંના અધિકારીઓએ INી ગુપ્ત જાસૂસ જાણી ગોશાલા સાથે પકડ્યા, તે ગામમાં વિજયા અને પ્રગલભા નામની બે સંન્યાસિની રહેતી
હતી. તેઓ બન્ને પ્રથમ તો શ્રીપાર્શ્વનાથ પ્રભુની સંતાનીય સાધ્વીઓ હતી, પણ સંયમ ન પાળી શકવાથી પાછળથી સંન્યાસિની થઈ હતી. તે વિજયા અને પ્રગભાએ પ્રભુને ઓળખી અધિકારીઓને કહ્યું કે “અરે મૂર્ખ ! આ સિદ્ધાર્થરાજાના પુત્ર જગતુ ઉદ્ધારક ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ છે; ઇન્દ્રને પણ પૂજનીય આ આત્માને પકડવાથી તમોને કેવા અનર્થ ભોગવવા પડશે એ શું તમે નથી જાણતા? માટે હવે તેમને જલદી છોડી મૂકો”. આવાં વચન સાંભળી ભયભીત બનેલા તેઓએ ગોશાલા સહિત પ્રભુને તુરત છોડી મૂક્યા.
ત્યાંથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં બે રસ્તા આવ્યા, ત્યારે ગોશાલો | બોલ્યો કે - “હે સ્વામી ! મને લોકો માર મારે છે, છતાં આપ તો મૌન રહી કોઈને વારતા પણ નથી, માટે હું આપની સાથે નહિ આવું”. એમ કહી ગોશાલો ત્યાંથી છુટો પડી બીજે માર્ગે ચાલ્યો, અને પ્રભુ વૈશાલીને માર્ગે ચાલ્યા. ગોશાલાને માર્ગમાં પાંચસો ચોર મળ્યા, તેઓએ “મામો ! મામો !” કહી વારા ફરતી ગોશાલાના ખભા ઉપર બેસી તેને એવો તો ફેરવ્યો કે શ્વાસ માત્ર બાકી રહ્યો ત્યારે છોડ્યો. આથી ગોશાલો ખિન્ન થઈ
૩૦૨
For Private and Personal Use Only