________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
अथ षष्ठं व्याख्यानम् । "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं ॥१॥
ત્યાર પછી ચાર જ્ઞાન વડે વિભૂષિત શ્રમણ ભગવાનું મહાવીર વિહાર માટે બંધુવર્ગની અનુમતિ લઈ ત્યાંથી ચાલ્યા. પ્રેમવશ બંધુવર્ગ પણ જયાં સુધી પ્રભુ દ્રષ્ટિગોચર રહ્યા ત્યાં સુધી પ્રભુ સામે એકી ટસે જોઈ રહ્યો, અને પ્રભુના વિયોગથી ચિત્તમાં વિષાદ પામી ત્યાં જ ઉભો રહીને ગગદ કંઠે બોલવા લાગ્યો કે -
"त्वया विना-चीर ! कथं व्रजामो?, गृहेऽधुना शून्यवनोपमाने । ' જોક્ટીસુ વેન સાડડવરામો?, મચારે વેન સાડથ વળ્યો !”
હે વીર ! તમારા વિના શૂન્ય અરણ્ય સમાન એવા ઘરે હવે અમે કેવી રીતે જઈશું?, હે બંધુ! તમારા વિના વાર્તાલાપનો આનંદ કોની સાથે કરશું? અને કોની સાથે બેસીને ભોજન કરશું? III”
સર્વેનુ ાર્યેષુ ર વીર વીરે-ત્યામત્રાદુ ટર્શનતરતવાડડ !
प्रेमप्रकर्षादभजाम हर्ष, निराश्रयाश्चाऽथ कमाश्रयाम: ? ॥२॥" “હે આર્ય! દરેક કાર્યોમાં વીર, વીર કહી તમોને બોલાવીને તમારું દર્શન થતાં અતિશય પ્રેમથી અમે * હર્ષ પામતા, પણ હવે તો તમારા વિયોગથી નિરાશ્રિત બની ગયેલા અમે કોનો આશ્રય કરશું? ||રા”
છે
૨૬૯
For Private and Personal Use Only