________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
અનેક પ્રકારનાં શસ્ત્રો તથા બન્નરોથી ભરેલા એવા એકસો ને આઠ રથ ચાલવા લાગ્યા. તેમની પછી બન્નર પહેરેલા અને સર્વાંગ સુંદર એવા એકસો આઠ વીરપુરુષો ચાલ્યા. ત્યાર પછી ક્રમસર ઘોડા, હાથી, રથ અને પાલાનું સૈન્ય ચાલવા લાગ્યું. ત્યારબાદ હજાર પતાકા વડે શોભી રહેલો અને હજાર યોજન ઉંચો એવો મહેન્દ્રધ્વજ ચાલ્યો. તેની પછી ખડ્ગ ધરનારા, ભાલાવાળા, અને બાજોઠ ધરનારા ક્રમસર ચાલ્યા. ત્યાર પછી હાસ્ય કરાવનારા, નાચ કરનારા, અને ‘જય જય’ શબ્દ બોલતા ભાટ-ચારણ પ્રમુખ ચાલવા લાગ્યા. ત્યાર બાદ ઉગ્રકુલના, ભોગકુલના અને રાજન્યકુલના ક્ષત્રિયો, કોટવાલો, મડંબના અધિકારીઓ, કૌટુંબિકો, શેઠીયા, સાર્થવાહો, દેવો તથા દેવીઓ પ્રભુની અગાડી પાછળ અને પડખે ચાલવા લાગ્યા.
(સદેવમયાસુરાણ પરસાણ) વળી સ્વર્ગલોક, મનુષ્યલોક અને પાતાલલોક નિવાસી દેવો, મનુષ્યો અને અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને (સમણુમ્મમાળ) સમ્યક્ પ્રકારે પાછળ ગમન દો કરાતા એવા પ્રભુને; વળી પ્રભુ કેવા છે ? - (અને સંસ્ત્રીય-) અગાડી ચાલતા એવા શંખ વગાડનારા, (વિષય-) ચક્ર હથિયારને ધારણ કરનારા, (તંગલિય-) ગલે લટકાવેલ સુવર્ણાદિમય હલને આકારે આભૂષણને ધારણ કરનારા ભટ્ટ વિશેષો, અથવા ખેડૂતો, (મુહમંગતિય-) મુખને વિષે માંગલિક શબ્દ બોલનારા પ્રિયવાદકો, (વદ્ધમળ−) શૃગાર પહેરી મનોહર બનેલા નાના કુમારોને ખભા ઉપર બેસાડી ચાલનારા પુરુષો, (પૂસમાળ) બિરુદાવલી બોલનારા ભાટ-ચારણો, (વંયિતૢિ-) અને ઘંટ વગાડનારા રાવળીયા તરીકે ઓળખાતા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૬૦