________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHEET
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનનું
uિe
કોઈ એક સ્ત્રી આંખમાં કાજલ આંજતી હતી તે ઉતાવળથી ગાલ પર લગાવી દીધું, અને ગાલ ઉપર કસ્તૂરી લગાવવાની હતી તે આંખમાં આંજી દીધી!, પગે પહેરવાનું ચલાયમાન ઝાંઝર કંઠમાં પહેરી લીધું, અને કંઠમાં પહેરવાનો રમણીય કંઠો પગમાં પહેરી લીધો ! I૧ વળી કોઈ સ્ત્રીએ તો ડોકમાં પહેરવાનો , હાર ઉતાવળથી કમ્મરમાં પહેરી લીધો, અને કમ્મરમાં પહેરવાનો રણઝણાટ કરતી ઘુઘરીયોવાળો કંદોરો ડોકમાં લગાવી દીધો. કોઈ સ્ત્રીએ ઉત્સવ જોવાની ઉત્સુકતાથી શરીરે વિલેપન કરવા માટે ઘસીને તૈયાર કરેલ ગોશીષચંદન વડે પગ રંગી નાખ્યા, અને પગ રંગવાને તૈયાર કરેલ અલતાના રસ વડે શરીરે વિલેપન કર્યું ! રા”
“अर्धस्नाता काचन बाला, विगलत्सलिला विश्लथवाला ।
तत्र प्रथममुपेता त्रासं, व्यधित न केषां ज्ञाता हास्यम् ?" ॥३॥ “અરધુ સ્નાન કરેલી, ભીંજાયેલા શરીરમાંથી ટપકી રહેલા જલવાળી, અને વિખરાયેલા કેશવાળી ઉતાવળથી દોડી આવેલી કોઈક સ્ત્રીએ પ્રથમ ભય ને પછી ઓળખાણી ત્યારે હાસ્ય કોને ન કરાવ્યું? II”
“काऽपि परिच्युतविश्लथवसना, मूढा करधृतकेवलरसना । चित्रं तत्र गता न ललज्जे, सर्वजने जिनवीक्षणसज्जे ॥४॥"
૨૫૭
For Private and Personal Use Only