________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
હરિ
ચા પહેરી
વિલેપન કર્યું. ત્યાર પછી ઉત્તમ વસ્ત્રો, દિવ્ય આભૂષણો, અને પુષ્પમાળા વડે અલંકૃત થયેલા પ્રભુને પંચમ સુવર્ણની સાંકળથી શોભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડ્યા. સેવકોએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર
મિ. વ્યાખ્યાનમુ ધારણ કર્યું, ચન્દ્રનાં કિરણો જેવાં સફેદ ચામરો વીંજવા લાગ્યા, ગવૈયાઓ ગાયન ગાવા લાગ્યા, વાજિંત્રો મધુર સ્વરે વાગવા લાગ્યાં, વિવિધ પ્રકારના મનોહર નાચ થવા લાગ્યા, યાચકોને ઇચ્છિત દાન આપવા લાગ્યા, ચતુરંગી સેનાથી પરિવરેલા શ્રીવર્ધમાન કુમાર આવી રીતે મહોત્સવપૂર્વક પંડિતને ઘેર પધાર્યા. પંડિત પણ લલાટાદિમાં ચંદનનાં તિલક કરી, પર્વ દિવસે પહેરવાનાં ઉત્તમ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી આભૂષણોથી અલંકૃત બની, શ્રીવર્ધમાન કુમારના આગમનની રાહ જોઈ પ્રથમથી તૈયાર થઈને બેઠા હતા. પ્રભુ પાઠશાળામાં આવી યોગ્ય સ્થાને બેઠા. હવે આ વખતે વાયુથી ઉડતી પતાકા, સમુદ્રમાં સંક્રમેલ ચન્દ્રમાનું પ્રતિબિંબ, મદોન્મત્ત હાથીના કાન, સ્ત્રીનું ચિત્ત, પીપળાનું પાન અને કપટીના ધ્યાનની જેમ, ઇન્દ્રનું સિંહાસન પ્રભુના પ્રૌઢ પ્રભાવથી ચલાયમાન થયું. પોતાનું અચળ પણ સિંહાસન આવી રીતે અકસ્માત્માને ચલાયમાન થયેલું જોઈ ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી પ્રભુનો સંબંધ જાણી અતિશય વિસ્મય પામ્યો, અને દેવોની સમક્ષ બોલ્યો કે - “હે દેવો, જુઓ તો ખરા!, ત્રણ જ્ઞાનના ધણી અને સર્વ શાસ્ત્રોના પારગામી તીર્થંકર પ્રભુને પણ માતા-પિતાએ મોહવશ થઈ અલ્પવિદ્યાવાળા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મોકલ્યા !
૨૪૧
For Private and Personal Use Only