________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ
કલ્પસૂત્ર ભાષાંતર
અભાવે જાણવો, પરંતુ કોઈ કારણ હોય તો તેની મધ્યમાં પણ વિહાર કરવો કહ્યું. તે આવી રીતે-અકલ્યાણ- |
તે વ્યાખ્યાનમ વિપત્તિ હોય, આહાર ન મળી શકે, રાજા સાધનો દ્વેષી હોય, રોગનો ઉપદ્રવ હોય, સ્પંડિલની જગ્યા ન મળે', ચંડિલની જગ્યા જીવાતવાળી હોય, સાધુને ઉતરવાની જગ્યા જીવાતવાળી હોય, કુંથુઆનો ઉપદ્રવ હોય, અગ્નિનો ઉપદ્રવ હોય, તથા જો સર્પનો ઉપદ્રવ હોય©, તો ચોમાસાની અંદર પણ વિહાર કરવો || કલ્પે. વળી કોઈ કારણ હોય તો ચોમાસા ઉપરાંત પણ સાધુઓએ રહેવું કહ્યું. તે આવી રીતે - વરસાદ વરસતો બંધ ન રહે, અને માર્ગ કીચડથી ચાલી શકાય તેવો ન હોય તો ઉત્તમ મુનિઓ કાર્તિક સુદ પુનમ પછી પણ રહે છે. વળી ઉપર જે અકલ્યાણ વિગેરે દશ દોષ કહ્યા, તે દોષનો અભાવ હોય, છતાં પણ સંયમના નિર્વાહ માટે ક્ષેત્રના ગુણ જોવા. ક્ષેત્ર ત્રણ પ્રકારનું હોય છે - જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. જયાં જિનમંદિર છે નજીકમાં હોય; અંડિલની જગ્યા શુદ્ધ, જીવાત વિનાની અને કોઈની નજર ન પડે તેવી હોય, સ્વાધ્યાયધ્યાન સુખથી થઈ શકે તેમ હોય, અને ભિક્ષા સુલભ હોય', આ ચાર ગુણ યુક્ત ક્ષેત્ર જઘન્ય કહેવાય. તેરા ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટકહેવાય. જ્યાં ઘણો કીચડ ન થતો હોય, ઘણા સંમૂચ્છિમ પ્રાણીઓ ન થતા હોય, |
અંડિલની જગ્યા નિર્દોષ હોય, ઉપાશ્રય સ્ત્રીસંસર્ગાદિ રહિત હોય, દૂધ દહીં ઘી વિગેરે ગોરસ ઘણું મલતું હોય, લોકોનો સમુદાય મોટો અને ભદ્રક હોય, વૈદ્યો ભદ્રપ્રકૃતિ વાળા હોય, ઔષધ સુલભ હોય’, |
૧૩
For Private and Personal Use Only