________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ex I !
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમ્
सिंहासने समुपविश्य वरातपत्रा, संवीज्यमानकरणा सितचामराभ्याम् । आज्ञेश्वरत्वमुदिताऽनुभवामि सम्यग् भूपालमौलिमणिलालितपादपीठा ॥२॥" “आरुह्य कुंजरशिः प्रचलत्पताका, वादिननादपरिपूरितदिग्विभागा। लोकैः स्तुता जयजयेतिरखैः प्रमोदा-दुद्यानके लिमनघां कलयामि जाने ॥३॥"
“ત્રિશલા ક્ષત્રિયાણી મનોરથ કરે છે કે હું ચારે દિશાઓમાં અમારિ પડહ વગડાવું, દાન આપું, સદગુરુઓનો સમ્યક પ્રકારે પૂજન-સત્કાર કરું, તીર્થકરોની પૂજા કરું, અને સંઘને વિષે મહોત્સવપૂર્વક બહુ પ્રકારે સાધર્મિક વાત્સલ્ય કરૂં III
વળી હું સિંહાસન ઉપર બેસીને મસ્તક ઉપર ઉત્તમ છત્રને ધારણ કરતી છતી, બન્ને પડખે ચામરો વડે શરીર વીંઝાતી છતી, અને નમન કરતા રાજાઓના મુગટના મણિઓ વડે રમણીય બન્યું છે પાદપીઠ જેણીનું એવી હું ઉદય પામી છતી બધા ઉપર સમ્યક પ્રકારે હુકમ ચલાવું રા
વળી હું હાથીના મસ્તક પર બેસીને ધ્વજાઓને ફરકાવતી છતી, વાજિત્રોના અવાજથી દિશાઓને પૂરતી * છાતી અને લોકો વડે હર્ષથી ‘જય જય' એ પ્રમાણે શબ્દો વડે સ્તુતિ કરાતી છતી ઉદ્યાનક્રીડાને અનુભવું all”
૨૦૫
For Private and Personal Use Only