________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમું
અહા ! હજુ મારાં સદ્ભાગ્ય વિદ્યમાન છે, હું ત્રણે ભુવનમાં માનનીય છું, હું ભાગ્યશાળી છું, મારું જીવિત પ્રશંસાપાત્ર છે, અને મારો જન્મ કૃતાર્થ થયો છે ilall મારા ઉપર શ્રીજિનેશ્વર પ્રભુ પ્રસન્ન થયા છે, ગોત્રદેવીઓએ મારા ઉપર કૃપા કરી છે, અને જન્મથી આરાધેલો જિનધર્મરૂપી કલ્પવૃક્ષ મને ફળ્યો છે ll૪
एवं सहर्षचितत्ताां, देवीमालोक्य वृद्धनारीणाम् । जय जय नन्देत्याद्या-शिषः प्रवृत्ता मुखकजेभ्यः ॥५॥ हर्षात् प्रवर्तितान्यथ, कुलनारीभिश्च ललितधवलानि । उत्तम्भित्ता: पताका, मुक्तानां स्वस्तिका न्यस्ता: ॥६॥
એવી રીતે હર્ષયુક્ત ચિત્તવાળી ત્રિશલાદેવીને જોઈને વૃદ્ધ સ્ત્રીઓના મુખરૂપી કમલોમાંથી ‘જય જય નંદા' ઇત્યાદિ આશીર્વાદ વચનો નીકળવા લાગ્યાં, પા કુલાંગનાઓએ આનંદથી મનોહર એવાં ધવલમંગલ પ્રવર્તાવ્યાં, ચારે તરફ ધ્વજાપતાકા ફરકાવી દીધી, અને સ્થળે સ્થળે મોતીઓના સાથીયા પૂરાવા લાગ્યા llll.
आनन्दाऽद्वैतमयं, राजकुलं तद् बभूव सकलमपि । आतोद्य-गीत-नृत्यैः, सुरलोकसमं महाशोभम् ॥७॥
વળી તે વખતે આખું રાજકુલ પણ વાજિંત્રો ગાયનો તથા નાચ વડે દેવલોક સદેશ અત્યન્ત શોભાયુક્ત અને અદ્વૈત આનંદમય બની ગયું છll
वर्धापनागता धन-कोटीहणन् ददच्च धनकोटी: । सुरतरुरिव सिद्धार्थः, संजात: परमहर्षभर ॥८॥
૧૯૮
For Private and Personal Use Only