________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મકી
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ
ઉદ્દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસ"તથા પર્યુષણા કલ્પ, એ છ કલ્પ અનિયત જાણવા. તે પહેલા તથા | છેલ્લા તીર્થકરના સાધુઓમાં અને બાકીના બાવીશ જિનના સાધુઓમાં આ પ્રમાણે આચારનો ભેદ હોવાનું કારણ જીવવિશેષ જ છે. શ્રી ઋષભદેવના તીર્થના જીવો સરસ્વભાવી અને જડ છે તેથી તેમને ધર્મનું જ્ઞાન દુર્લભ છે, શ્રી મહાવીરસ્વામીના તીર્થના જીવો વક્ર અને જડ છે, તેથી તેમને ધર્મનું પાળવું દુષ્કર છે. બાવીશ | જિનના તીર્થના જીવો સરલસ્વભાવી અને પ્રાજ્ઞ છે, તેથી તેમને ધર્મનું જ્ઞાન અને ધર્મનું પાળવું એમ બન્ને સુકર-સહેલું છે. આ પ્રમાણે હોવાથી પહેલા અને છેલ્લા જિનના સાધુઓના તથા બાવીશ જિનના સાધુઓના આચારના બે ભેદ થયા છે. અહીં તે બાબતના દૃષ્ટાન્તો દેખાડે છે -
પહેલા તીર્થંકરના કેટલાક મુનિઓ બહારની ભૂમિથી ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને પૂછ્યું કે - “હે મુનિઓ ! આટલો બધો વખત તમે ક્યાં રોકાયા હતા?' ત્યારે તેઓએ કહ્યું કે - “હે સ્વામી ! અમે નાચ કરતા એક નટને જોવામાં રોકાયા હતા. ગુરુ મહારાજે કહ્યું કે - “એવી રીતે નટને જોવું સાધુને કલ્પ નહીં'. ત્યારે તેઓએ કહ્યું કે “બહુ સારું, અમે હવેથી નટનો ખેલ જોઈશું નહીં એમ કહી તે વાત અંગીકાર કરી. વળી એક દહાડો તે જ સાધુઓ બહારથી ઘણી વેળાએ ઉપાશ્રયમાં આવ્યા, ત્યારે ગુરુએ આગળની પેઠે પૂછવાથી તેઓએ કહ્યું કે – “હે સ્વામી! અમે નાચતી એક નટીને જોવા રોકાયા હતા. ત્યારે ગુરુએ કહ્યું -
For Private and Personal Use Only