SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલમાં કલ્પસૂત્ર ભાષાંતર ચતુર્થ વ્યાખ્યાનમ્ "हा ! किमुपस्थितमेतत् निष्कारणवैरिविधिनियोगेन । हा ! कुलदेव्यः क्व गता, यदुदासीना: स्थिता यूयम् ॥३३॥" “હવે તો મારે મરણનું જ શરણ છે, કારણ કે નિષ્ફળ જીવવાથી શું કામ છે?” આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એવો ત્રિશલા માતાનો વિલાપ સાંભળીને સખીઓ વિગેરે સઘળો પરિવાર પણ વિલાપ કરવા લાગ્યો - Y૩રા અરેરે ! નિષ્કારણ શત્રુ બનેલા એવા વિધિના નિયોગથી આ અણધારી આફત ક્યાંથી આવી પડી?, હા હા ! નિરંતર સહાય કરનારી રે કુલદેવીઓ! તમે બધી આ વખતે ક્યાં ચાલી ગઈ? તમે બધી ઉદાસીન થઈને કેમ બેઠી છે? Il૩૩ll अथ तत्र प्रत्यूहे, विचक्षणा: कारयन्ति कुलवृद्धाः । शान्तिकपौष्टिकमन्त्रो-पयाचितादीनि कत्यानि ॥३४॥ पृच्छन्ति च दैवज्ञान, निषेधयन्त्यपि च नाटकादीनि । अतिगाढशब्दविरचित-वचनानि निवारयन्त्यपि च ॥३५॥ હવે આવી રીતે વિન આવી પડતાં તે વિદનનો નાશ કરવા માટે વિચક્ષણ એવી કુળની વૃદ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ, પુષ્ટિકર્મ, મન્નો, માનતા-આખડી વિગેરે વિવિધ પ્રકારનાં કાર્યો કરવા લાગી ||૩૪ll જ્યોતિષીઓને બોલાવી પૂછવા લાગી, નાટકાદિને અટકાવવા લાગી, તથા અત્યંત ઉંચા સાદે બોલતા શબ્દોનું નિવારણ કરવા લાગી li૩૫. ક , ૧૯૪ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy