________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TRાની
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમુ
આ અસાર સંસારને ધિક્કાર છે, વળી મધથી લીંપેલી તલવારની ધારને ચાટવા સદશ એવા દુ:ખવ્યાપ્ત અને ચંચળ વિષયસુખના લવલેશને પણ ધિક્કાર છે I/૧૨ી.
“यद्धा मयका किञ्चित्, तथाविधं दुष्कृतं कृतं कर्म । पूर्वभवे यद् ऋषिभिः, प्रोक्तमिदं धर्मशास्त्रेषु ॥१३॥ पसु-पक्रिन-माणुसाणं बाले जो वि हु विओयए पावो । सो अणवच्चो जायइ अह जायइ तो विवज्जिज्जा ॥१४॥
અથવા મેં પૂર્વભવમાં તેવા પ્રકારનું કાંઈ દુષ્કૃત કર્મ કર્યું હશે જેનું મને આવું દુઃખદાયી ફળ મળ્યું કારણ = કે ઋષિઓએ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે - ll૧૩
જે પાપી પ્રાણી, પશુ, પક્ષી અને મનુષ્યોના બાળકોનો તેમના માતા-પિતાથી વિયોગ કરાવે છે તે જ - પ્રાણીને સંતતિ થતી નથી, અથવા કદાચિત્ તેને સંતાન થાય તો તે સંતાન મરી જાય છે ૧૪ો.
“तत्पड्डका मया किं, त्यक्ता वा त्याजिता अधमबुद्धया ? । लघुवत्सानां मात्रा, समं वियोगः कृतः किं वा ? ॥१५॥ तेषां दुग्धापायो-ऽकारि मया कारितोऽथवा लोकैः । किं वा सबालकोन्दुरु-बिलानि प्रपूरितानि जलैः ॥१६॥
અધમ બુદ્ધિવાળી એવી મેં પૂર્વજન્મમાં શું ભેંસો થકી તેના ધાવણા પાડાઓનો ત્યાગ કર્યો હશે? અથવા
૧૮૯
For Private and Personal Use Only