________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
“हा ? धिग् धिग् दैवं प्रति किं चक्रे तेन सततवक्रेण । यन्मे मनोरथतरु - मूलादुन्मूलितोऽनेन ॥४॥ तं दत्त्वाऽपि च मे लोचनयुगलं कलङ्कविकलमलम् । दत्त्वा पुनरुद्दालित-मधमेनाऽनेन निधिरत्नम् ॥५॥ आरोप्य मेरुशिखरं प्रपातिता पापिनाऽमुनाऽहमियम् परिवेष्याऽप्याकृष्टं भोजनमलज्जेन ॥६॥” “અરેરે ? દૈવને ધિક્કાર હો ધિક્કાર હો, નિરંતર કુટિલ એવા તે દૈવે આ શું કર્યું ? કે જેણે મારા મનોરથ રૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું ॥૪॥ અરે ! આ અધમ દૈવે મને બિલકુલ કલંક રહિત એવાં બે નેત્રો આપીને પણ પાછાં ખેંચી લીધાં, નિધિરત્ન આપીને પાછો ઝુંટવી લીધો ।।૫। હા હા ! પાપિષ્ઠ એવા આ દૈવે મને મેરુપર્વતની ટોચ ઉપર ચડાવીને પાડી નાખી, અહા ! નિર્લજ્જ દૈવે મને ભોજનનું ભાણું પીરસી ખેંચી લીધું III
“यद्धा मयाऽपराद्धं भवान्तरेऽस्मिन् भवेऽपि किं धातः ! । यस्मादेवं कुर्व-नुचिताऽनुचितं न चिन्तयसि ? ॥७॥ » અથ વિં યુદ્ધે થચ ૨ વા, ગચ્છામિ વામિ વસ્ય વા પુરત: ? । તુવેન ચ ટ્ધા, નગ્ધા મુગ્ધાડધમેન પુનઃ ॥૮॥” “રે વિધાતા ! મેં આ ભવમાં તથા ભવાંતરમાં એવો તે તારો શો અપરાધ કર્યો ?, કે જેથી તું આવું દુષ્ટ કામ કરતો છતો ઉચિત અનુચિત વિચારતો પણ નથી III અરેરે ! હવે હું શું કરું ?, ક્યાં જાઉં?, અને કોની આગળ જઈને પોકાર કરું ? ભદ્રક એવી મને દુષ્ટ દૈવે બાળીને ભસ્મ કરી નાખી, અરે ! નીચ દૈવ મારું ભક્ષણ
કરી ગયો ૮I'
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ
૧૮૭