________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
મેષ વિગેરે રાશિમાં સંક્રમણાદિ વડે જ્યોતિષ ચક્રનું લક્ષણ જણાવનારો, (સંઘરતનપવૅ) આકાશતલને વિષે પ્રકાશ કરનાર હોવાથી પ્રદીપ સમાન, ફ્રિમપડતગતાઠું) હિમસમૂહને ગલે પકડી કાઢી મૂકનારો, અર્થાત્ હિમસમૂહનો નાશ ક૨ના૨ો, (ગહમળોનાયનું) ગ્રહોના સમુદાયનો મહાન્ સ્વામી, (રત્તિવિળાસં) રાત્રિનો નાશ ક૨ના૨, (યત્વમળેતુ મુહુર્ત સુહસળ યુન્નિરિયાસ્ત્વ) ઉદય અને અસ્ત સમયે મુહૂર્ત સુધી સુખે જોઈ શકાય એવો, અને તે સિવાય બીજે વખતે દુઃખથી જોઈ શકાય એવા ઉગ્ર સ્વરૂપ વાળો (રત્તિમુતતુમ્બયારળમફળ) રાત્રિને વિષે ચોરી, જારી વિગેરે અન્યાય માટે ભટકનારા જે સ્વેચ્છાચારી ચોર, વ્યભિચારી વિગેરેને અન્યાયથી અટકાવનાર, (સીગવેગમઇળ) ઠંડીના વેગને પોતાના તાપથી દૂર કરનાર, (પિચ્છડ઼ મેરુશિરિસયયરિગર્ય વિસાત સૂરે રસીસઇસપતિવિત્તસોઢું) પ્રદક્ષિણા વડે મેરુ પર્વતની આસપાસ સતત ભ્રમણ કરનાર, વિસ્તીર્ણ મંડલવાળો, અને પોતાના હજાર કિરણો વડે ચળકાટ કરતા ચન્દ્ર, તારા વિગેરેની શોભાને નાશ ચા કરનાર, આવા પ્રકારના સૂર્યને ત્રિશલા ક્ષત્રિયાણી સાતમા સ્વપ્નને વિષે દેખે છે. અહીં સૂર્યનાં જે એક હજાર કિરણો કહ્યા, તે ફક્ત લોકરૂઢિથી કહ્યા છે, પણ કાલવિશેષની અપેક્ષાએ સૂર્યના કિરણો અધિક પણ હોય છે લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે –
“ૠતુમેવાત્ પુનસ્તસ્યા-ઽતિરિષ્યન્તેઽષિ મયઃ । શતાનિ દ્વાવશ મધી, યોવશ તુ માધવે ।।।।
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય વ્યાખ્યાનમ્
૧૧૬