________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય
લડે) ઉંચો જે હિમવાન ીિ વ્યાખ્યાનમ્
(તો જુનો પુણવંતય) ત્યાર પછી સંપૂર્ણ ચંદ્રમા જેવા મુખ વાળી ત્રિશલા ક્ષત્રિયાણી ચોથા | સ્વપ્નમાં લક્ષ્મીદેવીને દેખે છે. તે લક્ષ્મીદેવી કેવી છે? - (વાડા નર્દરિ) ઉંચો જે હિમવાનું પર્વત, તેને વિષે ઉત્પન્ન થયેલું જે કમલ રૂપી મનોહર સ્થાન, તેના ઉપર બેઠેલી. તે કમલરૂપી સ્થાનનું વર્ણન આ પ્રમાણે જાણવું - સો યોજન ઉંચો, એક હજાર બાવન યોજન અને બાર કલા પહોળો, એવો સુવર્ણમય હિમવાનું પર્વત છે. તે પર્વત ઉપર દસ યોજન ઉંડો, પાંચસો યોજન પહોળો, અને હજાર યોજન લાંબો વજના તળીયાવાળો પદ્મદ્રહ નામે દ્રહ એટલે સરોવર છે. તેના મધ્ય ભાગમાં પાણીથી બે કોશ ઉચું એક યોજન પહોળું, એક યોજન લાંબું, નીલરત્નમય દસ યોજનાનું છે નાળવું જેનું, વજમય છે મૂલ જેનું, રિઝરત્નમય છે કંદ જેનો, લાલ સુવર્ણમય છે બહારનાં પાંદડાં જેનાં, અને સુવર્ણમય છે અંદરનાં પાંદડાં
જેનાં, એવી રીતનું એક કમલ છે. તે કમલની અંદર બે કોસ પહોળી, બે કોસ લાંબી, એક કોસ ઉંચી, લાલ પર સુવર્ણમય કેસરાઓથી શોભતી, એવા પ્રકારની સુવર્ણમય કર્ણિકા છે એટલે કમલનો બીજકોષ-ડોડો છે.
તેના મધ્યભાગમાં અરધો કોસ પહોળું, એક કોસ લાંબું, એક કોસમાં કાંઈક ન્યૂન ઉંચું એવું લક્ષ્મીદેવીનું છેમંદિર છે. તે મંદિરને પાંચસો ધનુષ્ય ઉંચા, અઢીસો ધનુષ્ય પહોળા, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ | દરવાજા રહેલા છે. તે મંદિરની મધ્યભાગમાં અઢીસો ધનુષ્ય પ્રમાણ મણિમય વેદિકા છે. તે વેદિકા ઉપર
૧૦૬
For Private and Personal Use Only