________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકશે નહીં. એટલી વયે ઘણે ભાગે માણસ વિવાહિત થએલું હોય છે અને તેથી તેના દીક્ષા લેવાના પરિણામ ભાગ્યેજ હોય છે અને જે કોઈ ભાગ્યશાળીને તેના પરિણામ થાય છે તેને અમલમાં મુકવામાં અનેક વિડ્યો આવે છે. દીક્ષાને સંપૂર્ણ ટેકો આપનાર પણ આવા વિવાહિત માણસને પિતાની સ્ત્રીને ત્યાગ કરતો સાંભળે છે ત્યારે તેને એક પ્રકારની વિવાહિત સ્ત્રીને માટે લાગણી થઈ આવે છે. અને તે પણ દીક્ષા લેનાર આપનાર બન્ને ઉપર અનેક પ્રકારના દબાણ કરે છે. પોતાને અનાદિ કાળના સંસારવાસનાના મેહને લીધે, અથવા દીક્ષા લેનારાની સ્ત્રીની કફેડી સ્થિતિ થાય તે ઠીક નહિં, એવા વિચારથી તે આવી દીક્ષાની વિરૂદ્ધ પડે છે. આ પ્રકારના જનસમૂહના વર્તનથી દીક્ષા લેનારમાં વૈરાગ્ય ગમે તેટલો જામેલો હોય છતાં તેને અનેક વખત દીક્ષા લેતા અટકવું પડે છે. પરિણામ એ આવે છે કે અઢાર વર્ષની ઉપરના વિવાહિત યુવાનોની દીક્ષાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. ઘણે ભાગે તેવાઓ પોતાની સ્ત્રીની સાથે અથવા તેની રજામંદી હોય તેજ દીક્ષા ગ્રહણ કરે છે. કેટલીક વખતે સ્ત્રીની મરજી વિરૂદ્ધ થઈને પણ દીક્ષા લેવામાં આવે છે, પણ તેવા પ્રસંગે અનેક પ્રકારના કલેશ અને ટંટા થાય છે. ખરું પૂછો તે હાલમાં દીક્ષા બાબતથી જૈન સમુદાયમાં જે કલેશે થાય છે, તે આવી દીક્ષાને કારણે થાય છે, નહીં કે સગરેની દીક્ષાને લીધે. સગીર દીક્ષા પ્રતિબંધ કાયદે થાય અને વિવાહિત યુવાનોની દીક્ષાની સ્થિતિ ઉપર જણાવ્યા મુજબની છે એટલે પરિણામ એ આવે કે પાકટ વયના માણસો જ ઘણે ભાગે દીક્ષા લઈ શકે. આમ થાય તો તે જૈન સાધુ વર્ગ જે પ્રાચીન કાળમાં અને હાલમાં પોતાની વિદ્વતાની છાપ પાડી અનેક જીવોને મહાન ઉપકાર કરવાની સ્થિતિમાં હતો અને છે તેનું અસ્તિત્વ જ ન રહે. પાકટ વયે દીક્ષા લેનાર શું વિદ્યાભ્યાસ કરી શકે ! આથી જૈન ધર્મની શ્રેષ્ઠતા સમજનાર અને સમજાવનાર, અને તેને પરિણામમાં ઉતારી પ્રવૃત્તિમાં મુકનાર અને મુકાવનાર વિદ્વાન સાધુઓ કયાંથી નીકળે? આનું પરિણામ તે એજ આવે કે જેનધર્મના પ્રચારના અને ટકાવના મુળમાં ઉંડો ઘા થાય.
૭. “અધ્યાત્મ કલ્પદ્રુમ” ગ્રંથના ઉપદ્યાતમાં “મુનિસુંદરસૂરિ અને તેમને સમય એ મથાળા નીચે ત્રીજા પેરેગ્રાફમાં બાળદીતિ બાબત શ્રીયુત મોતીચંદ ગીરધર કાપડીઆ ઠીક ચર્ચા કરે છે, અને તેમાં છેવટે જણાવે છે કે “અભ્યાસકાળ બાળવયમાં જ પ્રાપ્તવ્ય છે. અને હાલ બી. એ, એમ. એ. થતાં લગભગ તેર વરસ તો ઈંગ્લીશ અભ્યાસમાં થાય છે–તેમ ધાર્મિક જ્ઞાનમાં એમ. એ. થતાં ઘણાં વરસો લાગવાં જોઈએ, તે સહજ - સમજી શકાય તેવું છે. આથી દુનિયા પર ઉપકાર કરવાનો સંગ તો
For Private and Personal Use Only