________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકજ કારણ હતું. આર્ય પ્રજા ધર્મ અને કર્તવ્ય કરતાં સ્ત્રી આદિ સ્વજનોના સંપર્કની ઋદ્ધિની, સત્તાની અને ઇન્દ્રિય સુખની કિંમત ઓછીજ આંકતી. પ્રજાને મન ધર્મ અને કર્તવ્યથી કેાઈ વધુ મહત્વની વસ્તુ જ ન હતી.
જૈનદર્શન કેવલ ત્યાગમય છે. જેનદર્શન માને છે કે-પ્રત્યેક આત્માના મૂળ સ્વભાવમાં પરમાતમ તત્ત્વ રહેલું છે. એ આત્મા જ્યાં સુધી કર્મથી આવરિત હોય ત્યાં સુધી તેનું પરમાત્મ સ્વરૂપ ટંકાએલું રહે છે. આપણને પ્રાપ્ત થતી ભોગસામગ્રી કર્માધીન છે. શુભાશુભ કર્માનુસાર આત્મા ભોગસામગ્રી મેળવે છે અને ભગવે છે. અને એ કર્મભનિત સંયોગમાં આત્મા લીન થતાં વધુને વધુ ડૂબે છે. પરિણામે આત્મા પોતે જે ઈચ્છે છે તે તેને મળતું નથી અને વિપરીત સંગો આવ્યેજ જાય છે. સુખ માટેની જગતને તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ તે કેવલ દુઃખી છે. રાજા-મહારાજા અને અમીર-ઉમરાવ પણ એક યા બીજી રીતે દુઃખી છે. આ દુઃખનું નિદાન જૈનદર્શને શોધ્યું છે અને તેથી જ ત્રિકાલજ્ઞ શ્રી જિનેશ્વરદેવોએ ત્યાગધર્મ ઉપદેશ્યો છે.
જગતના દુઃખનું મૂળ પૌગલિક ઈછાઓ છે. ન હોય એ પ્રાપ્ત કરવાની અને હેય એ સાચવવાની ઈચ્છા એજ દુખ છે. સાચા સુખના ઉપાય તરીકે જેનદર્શન આ બન્ને પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કરવાનું ઉપદેશે છે. જૈનદર્શનને સાધુ ધર્મ આજ છે. માટે જ એ રાય કે રંક અને બાલ કે વૃદ્ધ સર્વને માટે પરમારાધ્ય છે.
અનાદિ કાળથી આ સાધુ ધર્મ ચાલુ છે. આઠ વર્ષની ઉંમરથી અતિ વૃદ્ધાવસ્થા દરમ્યાન જ્યારે આત્માને વિરાગભાવ ઉત્પન્ન થાય, ત્યારે તે સાધુ ધર્મને સ્વીકાર કરે છે. આવા સાધુઓ નિઃસ્પૃહપણે જગતમાં વિચરી જગતને સન્માર્ગને ઉપદેશ આપે છે. યોગ્ય આત્માઓ એ ઉપદેશના પ્રતાપે સાધુ ધર્મ સ્વીકારે છે ત્યાં ગૃહસ્થ રહેવા છતાં પણ અમૂક અમૂક નિયમોથી પિતાના જીવનને નિયંત્રિત કરી શકે છે-કરે છે. રાજસત્તાને કાયદા, પોલીસ અને કૅર્ટથી પ્રજાને વ્યવહાર નીતિમય રાખવા જે પ્રયત્ન કરવા પડે છે, તેવો પ્રયત્ન સાધુસંસ્થાને કરવો પડતો નથી, પરંતુ તે પોતાના ચારિત્ર પ્રભાવથી અને નિઃસ્પૃહ સદુપદેશથી તે કાર્ય કરે છે. સુરાજ્યને સુવ્યવસ્થા જાળવવા માટે આ સાધુસંસ્થા આશિર્વાદ સમ રહી છે. આથી જ પૂર્વકાળમાં રાજસત્તા હરહંમેશ ધર્મસત્તાને નમતી રહેતી, અને જે રાજસત્તાએ ધર્મસત્તા હામે ઘમંડી આક્રમણ કર્યું, તે આખર નામશેષ પણ થઈ ગઈ
For Private and Personal Use Only