________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०२ ફરી પરીક્ષા કરવી : એ પરીક્ષાનો કાલ છ માસ સુધીનો છે અને એ કાલ પાત્રને પામીને, એટલે કે-દીક્ષાનો અર્થ સુંદર પરિણામવાળો દેખાય તે અતિશય ઓછો કાળ પણ કરી શકાય અને એથી ઉલ્ટો દેખાય તે અતિ ઘણો કાળ પણ કાઢવો પડે.” * વિધિ મુજબ પરીક્ષા કર્યા પછી તેની ગ્યતા જાણીને, તેણે ઉપધાન ન કર્યા હોય તે પણ કંઠથી તેને સામાયિક સૂત્ર અર્પણ કરવું, પણ પ્રથમથી જ પટ્ટિક ઉપર લખીને નહિ આપવું. પાત્ર જાણીને બીજું પણ ઈપથિકા સૂત્ર તેને ભણાવવું યોગ્ય છે.
આ પછી ચેત્યનુતિ” એટલે દેવવંદન અને “આદિ શબ્દથી વાસક્ષેપ, રજોહરણસમર્પણ અને કાયોત્સર્ગકરણ આદિ સકલ અનુદાન કરવું જોઈએ. અને તે અનુષ્ઠાન સમાચારીથી જાણી લેવું.”
આ રીતિએ પ્રશ્ન આદિ વિધિનું ખ્યાન કર્યા પછી અન્ય પણ આવશ્યક વિધિ દર્શાવવા માટે પરમોપકારી મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર ફરમાવે છે કે—
આ દીક્ષાના વિષયમાં એવું વિધાન છે કે–પ્રથમ પિતાની પાસે સારી રીતે ઉપસ્થિત થયેલ શિષ્યનો અનુગ્રહ બુદ્ધિથી ગુરૂએ સ્વીકાર કરે, એટલે કે- તું દીક્ષા માટે યોગ્ય છે અને અમે તને દીક્ષા આપશું ” એમ કહેવું; તે પછી શુભ શકુન આદિન નિશ્ચય કરે, કારણ કે નિમિત્તશુદ્ધિ ” એ પ્રધાન વિધિ છે; તે પછી પણ ક્ષેત્ર, કાલ અને દિશાની શુદ્ધિ કરવી; તેમાં ક્ષેત્રશુદ્ધિ ઈસુવન આદિરૂપ છે, કાલશુદ્ધિ “ગણિવિદ્યા” નામના પ્રકીર્ણકમાં નિરૂપણ કરાયેલા વિશિષ્ટ તિથિનક્ષત્રાદિના ગરૂપ છે અને દિકશુદ્ધિ પ્રશસ્ત દિશાદિરૂપ છે. ક્ષેત્ર આદિની શુદ્ધિથી સામાયિકાદિના પરિણામ થાય છે અને હોય તો તે સ્થિર થાય છે, માટે અવશ્ય ક્ષેત્રાદિકની શુદ્ધિ જેરી, અન્યથા આજ્ઞાભંગ આદિ જ લાગે છે. આ વિષયમાં પંચવસ્તુ પ્રકરણમાં ફરમાવ્યું છે કે –
શ્રી જિનેશ્વરદેવોની એ આશા છે કે-કહેલ લક્ષણોવાળા ક્ષેત્ર આદિમાંજ દીક્ષા દેવી એ યોગ્ય છે; કારણ કે-ક્ષેત્ર આદિ કર્મના ઉદય આદિનું કારણ થાય છે. એ જ કારણે ઉપકારીઓએ ‘દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવને પામીને કર્મનો ઉદય, ક્ષય અને ક્ષયોપશમ કહેલો છે. તે કારણથી શુદ્ધ ક્ષેત્ર આદિ માટે યત્ન કરવો એ યોગ્ય છે.”
તે પછી પ્રત્રજ્યા દીક્ષા લેવા ઈચ્છનાર પુણ્યાત્મા શ્રી જિનેશ્વરદેવની અને વસ્ત્રાદિકથી સાધુઓની પૂજા કરે છે, તે પછી ગુરૂ અનુષ્ઠાનવિધિ કરે છે, કારણ કે-શ્રી પંચવસ્તુ પ્રકરણમાં ફરમાવ્યું છે કે–
For Private and Personal Use Only