________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ કારણ તો છે જ ને તે ધર્મને માટે તૈયાર થએલને તે ઘો પણ પાપ કેમ ન લાગે ? શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે અભ્યાગમ સિદ્ધાંત એટલે કે જે કબુલ ન કરવી હોય, છતાં પરીક્ષા ખાતર જે કબુલ કરવામાં આવે તેની અપેક્ષાએ આ અલ્પ પાપનો સિદ્ધાંત જણાવ્યું છે, પણ તત્વની અપેક્ષાએ તે વૈરાગ્યાદિ કારણથી તે કુટુંબને ત્યાગ કરવો તે કુટુંબને શોકાદિક થાય તે પણ લેશ પણ પાપનું કારણ નથી. જેમ અનશનાદિ આદરીને આહાર, ઉપાધ, કુટુંબ બધાને વિસરાવીને મરનાર એવા નિર્મલ ચિત્તવાલાને કુટુંબીક કલેશ કરે તોપણ કર્મબંધન નથી, તેમ અહીં પણ વિધિથી કુટુંબનો ત્યાગ થાય તેમાં લેશ પણ દોષ નથી.
જેવી રીતે કેટલાક કુટુંબવાળાને દીક્ષા ન આપવી જોઈએ એમ કહે છે, તેવી રીતે કેટલાક કહે છે કે જે મનુષ્યો માતાપિતા આદિ કુટું બવાલા હોય તેઓ જ દીક્ષાને લાયક ગણાય. વળી શાસ્ત્રકાર પણ બન્ને ટુ રાત્તિ એ વાક્યધારાએ વિદ્યમાન કુટુંબાદિનો ત્યાગ કરે તેજ ઉચિત છે એમ જણાવે છે. વળી જેઓ કુટુંબાદિથી હીન તે તે કર્મથીજ ભિખારી થયા છે ને તેવા તુચ્છ સ્વભાવવાળા હોવાથી તેઓ ગંભીર કેમ બને તેમજ તેવા સાધુ પ્રાયે ઉચ્ચ પદવી પામીને મદ કરનારા થાય છે અને લોકોમાં પણ તેને આદર થતો નથી, તેમ શાસ્ત્રદષ્ટિએ પણ તેને પહેલા ભાગ મળ્યા નહતા, માટે તે ત્યાગી કહેવાય નહિ. અહીં શાસ્ત્રકાર મહારાજ કહે છે કે-વાદીનું આ કથન મૂખને ભલે આશ્ચર્ય કરાવનાર હોય પણ યુતિવાળું તો નથી જ, કારણું, નિશ્ચયનયની અપેક્ષાએ અવિવેકને ત્યાગ કરનાર તેજ ત્યાગી છે, કારણ કે સંસારને વધારનાર અવિવેકી છે ને તે અવિવેક પાપનું પોષણ કરનાર છે. એવા અવિવેકને જ જ્યારે છોડી દીધે તે પછી બાહ્ય ત્યાગ કરીને શું ? દીક્ષિત મનુષ્ય તે અવિવેક છોડે તે જ સારી રીતે સાધુક્રિયા પાળી શકે અને જે અવિવેક છોડવામાં ન આવ્યો હોય, તે ભાગાદિને ત્યાગ કર્યો હોય, તે પણ નકામો જ છે. આ સંસારમાં કેટલાક અવિવકવાળા છતાં બાહ્ય ત્યાગવાળા તુચ્છ પ્રવૃત્તિવાળા દેખાય છે, પણ તેવા મનુષ્યો પોતાના બન્ને પ્રકારના જીવનને નિષ્ફલ જ બનાવે છે. જેઓ ગુરથપણું છોડીને મારા નામનો ભેદ કરીને અનેક આરંભ અને પરિગ્રહમાં પ્રવર્તે છે તે અવિવેકનું જ નામ છે. જેમાં માંસનાં પચ્ચખાણ કરીને દંતિ એટલે દાંતને સાફ કરનાર છે, એમ કહીને શબ્દ માત્રના ભેદથી માંસનું સેવન કરે છે–તેમ મૂર્ખ મનુષ્યો ગૃહનો આરંભ છેડીને બીજા ત્રીજા બહાનાથી તે આરંભ પરિયડને સેવે છે, જે સર્વથા પ્રકૃતિથી સાવધ હોઈ તે સર્વથા વિરુદ્ધ છે. જેમ લોકમાં મધુકર શીતલિકા વગેરે શબ્દ સારા છતાં તે દરેદે હેરાન કરે છે, તેમ અહીં પણ શબ્દ માત્રના ભેદથી સાવધનું સેવન કરવું, તે બાલકનું જ કાર્ય છે.
For Private and Personal Use Only