________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
દરમ્યાન મારે દીકરે ભીખાલાલ મહારાજ પાસે જત, ભણત, પ્રતિક્રમણ કરતો તથા વ્રત પચખાણ કરતા, તેથી થોડા દિવસ પછી તેને દીક્ષા લેવાની ઈચ્છા થઈ અને અમને દીક્ષા અપાવવા માટે કહ્યું. મેં ના કહી. તેણે અમને લગોલગ બહુ કહ્યું અને અમે તેનો જીવ ધર્મમાં જે, એટલે અમે કહ્યું કે તારે દીક્ષા લેવી હોય તે તારા મામા ભુવનવિજયજી પાસે અપાવું, પણ એને સાગરજી મહારાજ પાસે દીક્ષા લેવાની જીદ કરી અને કહ્યું કે હું ચોમાસી ચઉદશ પહેલાં દિક્ષા લેવાને છું-એ ચક્કસ છે. ત્યાર પછી માસ બે પછી અસાડ સુદી ૧ ને દિવસે અહીંથી સાંજે નીકળી મુંબાઈ સાગરજી મહારાજ પાસે ગયા અને એના ભાઈ રમણલાલ સાથે કહેવરાવ્યું કે મારા પિતાશ્રીને કહેજે કે હું મુંબઈ સાગરજી મહારાજ પાસે દીક્ષા માટે જઉં છું અને મેં વાટવામાંથી રૂ. ૧૦) લીધા છે. એને આવી અમને વાત કરી તેથી મેં મુંબાઈ ટેલીફોન આયો કે મહારાજ સાહેબને કહેજે કે મારા આવ્યા પછી દીક્ષા આપે. હું તરતજ મેલમાં મુંબાઈ ગયો ને સાગરજી મહારાજને પૂછ્યું કે ભીખે ક્યાં છે? મહારાજ સાહેબે કહ્યું કે ભીખે અહીં આવ્યો છે. એના દીક્ષા લેવાના ભાવ છે અને અંધેરીમાં જીતસાગર મહારાજ પાસે છે. તમે કહે તે દીક્ષા આપીએ. એટલે હું અંધેરી ગયો ને ભીખાને ભુવનવિજયજી પાસે દીક્ષા લેવા માટે સમજાવ્યો, પણ માન્યું નહિં, એટલે મેં મહારાજ સાહેબને કહ્યું કે ખુશીથી દીક્ષા આપો. ચેમાસી ચઉદશ નજીક આવવાથી મહારાજ સાહેબે મુદ્દત જોયા વગર દીક્ષા આપી. દીક્ષા લીધા પછી એનું શરિર કાંઈક બગડયું, પણ હું તો બે દિવસ રોકાઈ છાણી પાછો આવ્યું. ઘેર આવ્યા પછી ભીખાની બાને વાત કરી કે ભીખાનું શરિર કાંઈક નરમ છે, એટલે એમને જીવ અધર થયો ને કહ્યું કે કદાચ ભીખાને મુંબાઈનું પાણી લાગે તો માટે આપણે મુંબઈ એમને વાંદી આવીએ ને ખબર કાઢી આવીએ. તેથી અમે બંન્ને મુંબઈ ગયા. ત્યાં એમનું શરીર વધારે નરમ જેયું, તેથી અમને વહેમ પડ્યો અને એમને સમજાવ્યા કે જે તમે અમારી જોડે ઘેર આવે તે સારું અને ચોમાસા પછી તમારી ઈચ્છા હશે તે તમને ફરીથી દિક્ષા અપાવીશું. એમનું મન પણ સહેજ ઢીલું થયું, એટલે અમે મહારાજ સાહેબને વાત કરી કે સાહેબ ભદ્રકસાગરને ઘેર આવવા દે. મહારાજ સાહેબે કહ્યું કે જેવી એમની મરજી, સુખ ઉપજે તેમ કરો. પછી અમે એમને લઈને ઘેર આવ્યા. આટલી હકીકત બની છે. એ જ અરજ તા. ૧૭-૭–૩૨.
શા. શિવલાલ હિરાચંદ સહી દા. પિત. [ પરિશિષ્ટ ન. ૩૩ ના ત્રણે ખુલાસા તપાસ સમિતિ ઉપર ટપાલ દ્વારા રવાના થયેલ છે.]
For Private and Personal Use Only