________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
પરિશિષ્ટ નં. ૩૩ ભીખાભાઈ ને ખુલાસા
:•:
મે. દીક્ષા પ્રતિબંધક નિબંધ તપાસ કમીટીના પ્રમુખ સાહેબ જોગ,
મુ. વડાદરા, હું નીચે સહી કરનાર શા. ભીખાભાઇ શીવલાલની અરજ છે જે મારી ઉંમર સાડા પંદર વરસની છે. હું છાણીના રહીશ છું. સાગરજી મહારાજના શિષ્યા અહિં રહ્યા, તે મને તેમના પરિચયથી દીક્ષા લેવાને ભાવ થયે અને મારા બાપાને મને દીક્ષા અપાવા કહ્યું. પહેલાં તા એમને ના કહી, પણ પાછળથી એમ કહ્યું કે તારે દીક્ષા લેવી હોય તેા તારા મામા ભુવનવિજયજી પાસે અપાવીએ. મે કહ્યું કે મને સાગરજી મહારાજથી ખાધ થયેલેા છે, તે હું એમની પાસે ચામાસી ચઉદશ પહેલાં દીક્ષા લેવાના છું. અસાડ માસ સુધી એમણે મને સાગરજી મહારાજ પાસે દીક્ષા અપાવી નહિ, એટલે મને લાગ્યું કે મારી દીક્ષા ચાર માસ રાકાઈ જશે, તેથી મારે ઘેરથી રૂ!. ૧૦) વાટવામાંથી લઇને હું મુંબાઈ દીક્ષા લેવા માટે ગયા અને મારા ભાઈ રમગુલાલને કહેતા ગયા કે મારા આપને ખબર આપો. મુંબાઈ જ મે મહારાજને કહ્યું કે મારે દીક્ષા લેવી છે, એમને મે કહ્યું કે મારા બાપને મારા ભાઈ રમણલાલ સાથે ખખર કહેવરાવી છે, એટલે તે હમણાંજ આવશે. લગભગ બારેક વાગે મારા પિતાશ્રી આવ્યા, એટલે મેં એમને કહ્યું કે મને દીક્ષા અપાવેા. એમણે મને કહ્યું કે ભુવનવિજયજી પાસે તને દીક્ષા અપાવું, એટલે અહીં મારૂં મન માનતું નથી. પણ મે કહ્યું કે મારે અહી જ લેવી છે, એમણે મને હા કહી તે મહારાજ સાહેબને કહ્યું કે દીક્ષા આપો. ત્યારપછી મારૂં શરીર કાંઈક નરમ થયું અને એ બે દિવસ રાકાઇ છાણી ગયા. ત્યાંથી ત્રણ ચાર દિવસ પછી મારા બાપા તથા મારી બા બંન્ને પાછા આવ્યા. તે વખતે મતે તાવ વધારે આવતા હતા, એટલે એમને મને સમજાવ્યા કે ભાઈ મુંબાઇનું પાણી ખરાબ છે, મુદ્દત જોયા વગર તે દીક્ષા લીધી છે, વળી તારૂં શરીર સારું રહેતું નથી અને અમારા વિચાર તને ભુવનવિજયજી પાસે રાખવાને છે, માટે જો તું પાછા આવે તે સારૂં અને ચામાસા પછી તારે દીક્ષા લેવી હશે તે સારૂં મુ જોઈ અપાવીશ. એટલે મેં ગુરૂ મહારાજને કહ્યું. એમણે કહ્યું કે તને સુખ ઉપજે તેમ કર. તેથી હું ઘેર પાછે આવ્યેા. એજ અરજ તા. ૧૭-૭-૩૨
શાહુ ભીખાભાઈ શીવલાલ સ. ૬ઃ પાતે,
-(•)·
For Private and Personal Use Only