________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૭
કહે છે. હું પાટણ કાતિવિજ્યજીને વાંદવા જઉં છું ત્યાં પત્ર લખજે. પત્ર આવ્યો કે શાંતિલાલ ડભોઈ આવ્યો નથી. એટલે મને લાગ્યું કે પગમાં બુટ નથી-છત્રી નથી–પૈસા નથી એટલે ફીકર થઈ પાછે હું અમદાવાદ આવ્યો. બનેવીને મળે, એ તો કહે કે મારે ભાણેજ ગાડીમાં બેસાડીને પાછો આવ્યો છે. હું ગુરૂણીજીને મળ્યો. તેમણે કહ્યું કે અમે જાણ નથી. પાછો વડોદરે આવ્યો ને ઉતર્યો. તપાસ કરી. રંગવિમળને કાગળ લો. ચમાવાળાની દુકાને અફસોસમાં બેઠેલો, ત્યાં મેટો છોકરો દીક્ષા લીધાનો કાગળ લઈને આવ્યો. છાપ વાંચી. ઉંઝાની છાપ હતી. ત્યાંથી અમદાવાદ ગયો અને કીર્તિમુનિની તપાસ કરવાનો વિચાર કર્યો, કારણકે હરામખેરે ૫૦-૧૦૦ ગાઉ દીક્ષા આપી આ રીતે કાગળ નાંખે છે. ખાનગી તપાસ કરતાં કીર્તિ મુનિ ઉંઝે છે એમ સાંભળી અમે ઉંઝે ગયા. ધરમચંદ આડતીયાને ત્યાં ઉતર્યા. તે પાટીદાર છે. ત્યાં વેપાર અર્થે આવ્યા છીએ-એમ છુપા રહ્યા. તપાસ કરી તો અહીં દીક્ષા થઈ નથી. ઉંઝાના સંઘના ઠરાવને લઈ દીક્ષા અપાતી નથી. અમે સંઘના આગેવાનોને મળ્યા અને વાત કરી. તેઓએ કહ્યું કે આંહી દીક્ષા થઈ નથી. ત્યાં એક ટુંડાવને શ્રાવક ધંધાસર આવેલો, તેણે કહ્યું કે સાધુઓ આવેલા અને છોકરાને ગઈ કાલે બે રૂપીયા આપી મોકલ્યો છે. તે કહેતો હતો કે અમદાવાદ જવાનો છું. તેથી અમદાવાદ તપાસ કરવા તાર કરો કે હું આવું છું. પછી ઉંઝામાં સાધુને મળ્યો. અને કહ્યું કે એકદમ દીક્ષા આપી-એ શું કર્યું ? બધા છુટી પડવા લાગ્યા કે અમે જાણતા નથી, એટલે મને લાગ્યું કે માથાફેડ કરવી કામની નથી, એટલે હું આવ્યો અમદાવાદ અને છોકરાને પાટણ તપાસ કરવા મોકલ્યો. રાનના ગુરૂણીજી પાસે ગયો. ગુરૂણીજના ભાઈએ દીક્ષા લીધી છે. તેમને ચેલો છે નહિં અને તે સવારમાં ગોધાવી જવાના હતા. વખત છે કદાચ તેમની જોડે રવાના કરી દે તો! એટલે હું રાતે ગયો. મેં કહ્યું કે તમે નસાડી દીક્ષા અપાવી છે, છતાં સીધી વાત કરો. ૮-૧૦ જણ અમે હતાં. મેં કહ્યું કે મને છોકરે બતાવો નહિર છરો મારું છું. જ્યારે મેં છરાની ધાસ્તી બતાવી, ત્યારે કહ્યું કે છોકરા ડભઈ ગયો છે. સવારમાં ડભોઈ અરજ-ટ રીપ્લાઈ તાર કર્યો. પણ અગીયારે જવાબ મળ્યો કે છોકરે આવ્યો છે. ત્યાર પછી અમે ડભોઈ ગયા. આ બધી અમારી હકીકત છે. આ હકીકત લગભગ અપાડ શ્રાવણ માસમાં પેપરમાં બહાર પડી છે. ૩૩
For Private and Personal Use Only