________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
વડી દીક્ષા સંબંધી રા. સુરચંદભાઈ પુત્તમદાસ બદામીએ તપાસ–સમિતિને મોકલેલો ખુલાસે.
સુરત, પંડોળની પોળ, તા. ૨૮-૭–૩૨. મે. નાયબ ન્યાયમંત્રી અને સમિતિના તંત્રી સાહેબ,
વડોદરા હું સુચંદ પુરૂષોત્તમદાસ બદામી સવિનય જણાવું છું કે-સમિતિ સમક્ષ મારી જુબાની થઈ તે દરમ્યાન મને પ્રમુખ સાહેબ રા. બ. ગોવિંદભાઈ સાહેબે પ્રાથમિક દીક્ષા અને વડી દીક્ષા બાબતમાં પાછળથી લખી મોકલવા જણાવ્યું હતું તે અનુસાર એ સંબંધમાં નીચેની કકકત નિવેદન કરું છું. ૧ બન્ને દીક્ષા વખતે આપવામાં આવતા પ્રત્યાખ્યાનમાં
રહેલી તરતમતા અને તેનું કારણ પ્રાથમિક દીક્ષા વખતે જે પ્રત્યાખ્યાન આપવામાં આવે છે, તેમાં સામાન્ય રીતે સર્વ સાવઘના પ્રત્યાખ્યાન રૂપ છંદગી સુધીનું સામાયિક ઉચ્ચરાવવામાં આવે છે. કારણકે દીક્ષિત થનાર તે વખતે જૈન શાસ્ત્રમાં “ જીવનિકાય ” દર્શાવેલો છે, તેના જ્ઞાનથી યથાર્થ રીતે પરિચિત હેતું નથી.
આ મુજબ પ્રાથમિક દીક્ષા લીધા બાદ દીક્ષિતને પટજીવનિકાય અને મહાવ્રતનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિશેષ જ્ઞાન કરાવવામાં આવે છે. એ જ્ઞાન શ્રી આચારાંગ સૂત્રનું પ્રથમ અધ્યયન ભણાવવાથી અથવા તો શ્રી દશવૈકાલિક સત્રના પહેલા ચાર અધ્યયનો ભણાવવાથી કરાવાય છે. એ અધ્યયન કરતાં પહેલા તેને માટે ખાસ લાયકાત મેળવવાની જરૂર છે. અને તે માટે જૈન શાસ્ત્રમાં “ગોહન ” નામથી ઓળખાતી ક્રિયા અવશ્ય કરવાનું હોય છે. આ યોગોઠહનની ક્રિયા વિના તે જ્ઞાન આપી શકાય નહિ અને લઈ શકાય નહિ, તેથી દરેક પ્રાથમિક દીક્ષાવાળાને ગોહનની ક્રિયા જરૂર કરવાની હોય છે. આ યોગોઠહનની ક્રિયામાં દરરોજ અમુક અમુક તપસ્યાઓ અને બીજી ક્રિયાઓ કરવાની હોય છે. આ મુજબ ક્રિયાપૂર્વક જ્ઞાન મેળવ્યા બાદ તે અભ્યાસ બરાબર થયો કે નહિ અને તે યથાર્થ સંતરંગથી પરિણમ્યો કે નહિ, તે બાબતની ગુરૂ પરિક્ષા કરે છે અને તે પરિક્ષામાં ઉત્તીર્ણ થયા પછી વડી દીક્ષા માટે શિષ્ય અધિકારી થાય છે અને તે તેને આપવામાં આવે છે.
For Private and Personal Use Only