________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
તે રદ કરવા શ્રીમંત સરકારને વિનંતિ કરી છે. આ ઉપરાંત જાણીતા જૈનાચાર્યો અને વિદ્વાન સાધુઓના આ નિબંધના વિધિસૂચક સ ંખ્યાબંધ પત્રા આપ સાહેબેને મળ્યા છે.
૪. આપ સાહેબેએ શરૂ કરેલી સાક્ષીની જાહેર તપાસમાં પણ નિબંધની વિરૂદ્ધ અને તરફેણમાં કેટલીક સાક્ષીએ પડી છે. આ બધા સાક્ષીઓએ એટલું તેા સ્પષ્ટ કબુલ કર્યુ છે કે આઠ વર્ષથી સાળવર્ષ લગીની વાલીની સંમતિથી થતી દીક્ષા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોના શાસ્ત્રમાન્ય છે, અને તેવી જારા દીક્ષા આજ દિન સુધીમાં થયેલી છે. અપવાદે તેથી પણ નાની ઉંમરનાને શાસ્ત્ર મુજબ દીક્ષા અપાય છે.
૫. અત્યાર સુધીમાં આપ સાહેબે પાસે રજુ થયેલા પુરાવા આ નિબંધ રદ કરવા માટે પુરતાં જણાય તે અમારે કાંઈ વિશેષ કહેવાનું નથી. નહિતર આ વિષયમાં વિશેષ ખુલાસા મેળવવા સગીર દીક્ષિતાને તેમજ ૫૦૦ સાધુએ પૈકીના સમર્થ વિદ્વાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી, શ્રીમદ્ સાગરાન દરીશ્વરજી તથા પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી મહારાજ અને મારા તારીખ ૧૩-૭-૩૨ ના પત્રમાં જણાવેલ જૈન આગેવાને આદિને તપાસવા વિનતિ છે.
૬. મારા નમ્ર અભિપ્રાય મુજબ આ નિબંધને ટંક આપનારાએએ જે કાંઈ દાખલા દલીલા આપ સમક્ષ રજુ કર્યો છે અને તે પૈકી જેના ખુલાસા પૂછવામાં આવ્યા છે, તે સર્વના યથાશક્તિ સંપૂર્ણ ખુલાસે નિબંધને વિરાધ કરનારાઓએ કર્યાં છે. છતાંએ કાઈ દાખલા કે દલીલને ખુલાસા થવા બાકી રહ્યો હોય, તે તે સંબંધમાં આપ સાહેબે જે મને પૂછવા મહેરબાની કરશે! તે તેને ખુલાસા મારી જાણ મુજબ અથવા ખીજેથી પણ મેળવીને આપ સાહેબેને પૂરા પાડવા જરૂર પ્રયત્ન કરીશ. છેલ્લે આ નિબંધ રદ કરવા વિનંતિ કરી વિરમું છું. તારીખ ૧૬ માહે જુલાઈ સને ૧૯૩૨,
લિ
આપ સાહેમાને વિશ્વાસુ, ચીમનલાલ કેશવલાલ કડીયા,
For Private and Personal Use Only