________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭
સગીર સમજે શું? કારણ કે તે અજ્ઞાન છે.
૧૪.
જગતના વ્યવહારમાં દીવાની કાયદાએ ૧૮ વર્ષની વયે પૈસાની લેવડદેવડ માટે યોગ્ય સમજણવાળેા માન્યા છે, પર ંતુ તેના અર્થ કાંઇ એવા નથી કે ત્યાં સુધી મનુષ્યમાં બીજી પણ સમજણાના અભાવ હાય છે. કારણ કે તેર ને ચૌદ વર્ષની ઉંમરના છેકરાઓ તે ગુજરાતીને અભ્યાસ કરી અંગ્રેજી પાંચમું છઠ્ઠું ધારણ ભણતા હોય છે. આટલું ભણવા છતાંય તેનામાં સારૂં ખાટું સમાવવાની મુદ્દલે સમજણુજ નથી, એ કલ્પના કબૂલ કરવા જેવી નથી. વળી ફાજદારી કાયદાની રૂએ તે। સાત વર્ષ પછીની ઉંમરવાળાને સમજવાની લાયકાતવાળા ગણ્યા છે અને તેથી તેને ગુન્હાથી દૂર રહેવાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોવાનું મનાય છે અને તે માન્યતા મુજબ સજા પણ થયેલી છે અને થાય છે અને જૈન દીક્ષામાં તે ૮ થી ૧૬ વર્ષ સુધીની ઉંમર સુધીમાં દીક્ષા લેનાર માટે તેના વાલીની સંમતિ આવશ્યક ગણી છે એટલે બન્ને રીતે ૮ વર્ષોં ઉપરની ઉંમરવાળા સજ્ઞાનજ ગણાય. દીક્ષા અયેાગ્ય છે એમ તે કંઈપણ કહી શકે તેમ નથી અને સગીરની અજ્ઞાનતાના આક્ષેપ પણ કાઈ રીતે ટકી શકતા નથી. સગીરને મિલ્કત ઉપરથી હક્ક ઉડી જાય તેવા કરાર તેને વાલી કેમ કરી શકે ?
આ સંબંધમાં જણાવવાનું કે સગીરના વલી પાસે મીલ્કત હાય છતાં તેને બીજે ઠેકાણે દત્તક આપવાથી હક્ક ઉઠાવી શકે છે અને તે કાયદા મજુર રાખે છે છતાંયે આવી આવી દલીલ કરનારા જૈન દીક્ષાનું સ્વરૂપ સમજ્યા હૈાય તેમ લાગતું નથી. કારણુ કે જૈન દીક્ષા એ ફરજીયાત કરારરૂપ છેજ નહિ. તે લેવાય છે પણ મરજીયાત અને પળાય છે પણ મરજીયાત. કારણ કે ભાગવતી જૈન દીક્ષા એ એક પવિત્ર આચરણ છે અને કાઈ પણ માણસ પવિત્ર આચરણ જેટલા વખત રાખે તેટલા વખતના તેના સદાચરણના લાભ તેના આત્માને તે અવશ્ય પ્રાપ્ત થાય છે અને આવા સદાચરણમાં પ્રવેશ કરવું તેને કરાર કહી શકાય નહિ. વળી જે લૌકિક દ્રષ્ટિએ દીક્ષામાંથી પાછા આવેલાના વારસા વિગેરેના હક્ક માટે વિચારવામાં આવે છે તે સબધમાં હજુ સુધી મારી જાણ મુજબ કાઈ પણ સગીર દીક્ષા મૂકીને પાછે આવ્યા નથી અને તેવા માટે કે કાઇપણ માટે તેવા વાંધા ઉભા થયા નથી. એટલે તે દલીલ પણ અસ્થાને છે.
૧૮ વર્ષ સુધી ભણાવી પછી દીક્ષા આપવામાં આવે તે શું વાંધા!
૧૬. ભણાવવાની વાત ! વામાં આવે છે તે વાસ્તવિક નથી, કારણકે અમારી શાસ્ત્રાજ્ઞા મુજબ સાધુ જીવન અંગીકાર કર્યાં પછી પણ વિહિત કરેલી તપશ્ચર્યાદિ ક્રિયાઓ કર્યો પછી જ અમૂક અમૂક શાસ્ત્રા વાંચી
૧૩
For Private and Personal Use Only