________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલવું નહીં, ચોરી કરવી નહીં, બ્રહ્મચર્ય પાળવું અને દુનિયાની કોઈપણ ચીજ પર માલીકી રાખવી નહીં–એવી દેવગુરૂ સમક્ષ લીધેલી દ્રઢ પ્રતિજ્ઞાનું પાલન એ દીક્ષા. અને તે પ્રતિજ્ઞામાં નહિ કરવાની વસ્તુ બીજા પાસે નહિ કરાવવાની અને કરનારને સારે નહિ માનવાનો પણ સમાવેશ થઈ જાય છે. આથી આપણે જોઈ શકીશું કે—કોઈપણ સમજુ માણસ આ દીક્ષાથી વિરૂદ્ધ સંભવી શકતો પણ નથી, કારણકે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ જે દીક્ષા તેનાથી વિરૂદ્ધ હોય પણ કોણ ? આ પ્રસંગે એક બાબતની નોંધ લેવી આવશ્યક છે. અમુક પ્રતિષ્ઠિત ગણુના અજૈન પત્રકારે દીક્ષા જેવી જૈનોની મહાન અને પરમ પવિત્ર સંસ્થા માટે ફાવે તેમ લખે જાય છે. જો કે તેમાં મૂખ્ય દોરવણી અમુક જૈન કહેવડાવનારાઓની છે, કે જેઓ જૈન ધર્મમાં આવા અજ્ઞાનતાભર્યા લખાણોથી ખુશ થઈ પિતાની કુનેહભરી સફળતા માટે પોતાની જાતને અભિનંદન આપી ગૌરવ લે છે. છતાં પણ તેવા પત્રકારોને આપણે બેશક કહી શકીએ છીએ કે તમો બેશક ચર્ચા કરી શકે છે, પરંતુ વાસ્તવિક રીતે ફેલાવવાનું બની શકે તેમ છે યા નહીં, તેની તજવીજ કરે. કેવળ સ્વાર્થીઓ અને વિરોધીઓનાં જુઠ્ઠાં અને તરકટી લખાણથી દેરવાઈ નહીં જાઓ. સાધુઓને કેવી રીતે કેવા ખોટા અને નજીવા કારણે કૅટ દરબારે ઘસડવામાં આવ્યા છે, તેની જે તપાસ કરે તો સમજાશે કે–સગીરોને નસાડવા કે ભગાડવા કે ફેલાવવાનું કોઈપણ વખત બન્યું જ હોય તે સાધુઓને તેઓ છોડે એવા નથી, કારણ કે મનુષ્યહરણ વિગેરેના ફોજદારી ગુનાઓ દરેક ઠેકાણે અમલમાં છે. એવી દલીલ કરનારને તમે પૂછી શકે છે કે એક પણ દાખલો બતાવો કે જેમાં કોઈપણ જૈન સાધુને આવા ગુન્હા માટે સજા થઈ હોય અગર તકસીરવાર કર્યા હોય, પણ કયાંથી બને ? એવું બન્યું હોય ત્યારેને ? બીજી વાત એ છે કે-જૈન ધર્મમાં આઠ વર્ષથી સોળ સુધીને માટે માબાપ અગર વાલીની રજા સિવાય દીક્ષા આપવી એ ગુને છે. એટેલે પણ નસાડવી-ભગાડવાની મનઃકલ્પિત વાતમાં વજુદ નથી, અને જેને આપણે ફેલાવવા કે લલચાવવા જેવું કહીએ છીએ, એવું જૈન દીક્ષામાં છે શું ? દીક્ષા પછી નથી કરવાહરવાનું, નથી મોજશોખ કરવાનું, નથી કેઇપણ જાતના વાહનમાં બેસવાનું, ફક્ત સંયમ પાળીને દરેક પંકિયેના વિવયને હરેક પ્રકારે રોકવાનું, અને ધર્મક્રિયામાં રક્ત રહી અભ્યાસ કરી આત્મકલ્યાણ સાધવાનું.
હવે બાળ દીક્ષાનો સવાલ વિચારીશું તો રહેજે સવાલ થશે કેવડોદરા રાજ્યને તેના પર પ્રતિબંધ મૂકવાનું કોઈપણ પ્રયોજન છે કે નહીં ?
For Private and Personal Use Only