________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨ -
નમ-રાજાલ નૃત્ય-નાટિકા અંગે પ. પૂ. આ. કે. શ્રી. વિ. રામચંદ્ર સુ.મ.
સાહેબનો મનનીય ખુલાસો
અમદાવાદમાં ભજવાનારી નેમ-રાજુલ નૃત્યનાટિકા પ્રત્યે શ્રદ્ધાળુ જેનોના મોટાવર્ગે વિરોધની લાગણી વ્યકત કરી અને તેના કારણે પિલીસ કમીશ્નર શ્રી જશપાલસિંગજીની સફળ દરમ્યાનગીરીથી એ દત્યનાટિકા ભજવાતી બંધ રહી તે ઘણું જ ઉચિત થયું છે.P પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માઓ, તેમના શાસનમાં થઈ ગયેલા પૂજ્ય આચાર્યાદિ મુનિ ભગવંત અને શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવતા ધર્માત્માઓના જીવન પર આધારીત નાટક ભજવાય તે કોઈપણ રીતે યોગ્ય નથી. એનાથી ધર્મનો પ્રચાર થવાની વાત તદ્દન અર્થ વગરની છે. ઉલટું આવાં નાટક ભજવવાથી એ પૂજ્ય પુરૂષની ભારે આશાતના થાય છે. નાટક ધર્મ પ્રચારના હેતુથી નહિ પણ મનોરંજન અને અર્થોપાર્જનના હેતુથી જ ભજવાય છે. ધર્મપ્રચારની વાત એ કેવળ છલના છે. આવા ભૌતિક હેતુથી ધાર્મિક નાટકો ભજવાય એ અનર્થદંડ અને પાપરૂપ છે. ધર્મના ઓઠા નીચે વિષય કષાયને વધારવાના ઉપાય છે. કોઈપણ ધર્મશ્રધ્ધાસંપન્ન આત્મા એને ટેકે આપે જ નહિ પરંતુ એ અનર્થકારી પ્રવૃત્તિને અટકાવવા માટે પોતાનો શકય પુરૂષાર્થ કરે જ.
For Private and Personal Use Only