________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગ્રહાલયમાં આશરે ૧૦૦ શિલ્પમૂર્તિઓ અને બીજા સ્થાપત્યના અવશેષો છે; આ ઉપરાંત બીજા અવશેષો તેમની મૂળ જગ્યા પરથી સંગ્રહાલયમાં લાવવાની તજવીજ થઈ રહી છે. ભાતુકા, શિવ, પાર્વતી, ગણેશ, બ્રહ્મા, સૂર્ય અને બીજા દેવદેવીઓની મૂર્તિઓને આમાં સમાવેશ છે.
મહારાજાધિરાજ સાહેબના લઘુબંધુ મહારાજ શ્રી માનસિંહજી સાહેબ પ્રાચીન ઈતિહાસના પ્રેમી છે અને તેઓશ્રીએ કેટલીક વાવો અને બીજા અવશેષોમાંથી શિલાલેખ સંગ્રહેલા છે.
કેટચાકે લગભગ બધા જ અગત્યના અવશેષોના અને મૂર્તિઓના ફોટોગ્રાફ લેવામાં આવ્યાં છે અને તે સંગ્રહાલયના આલ્બમમાં રાખવામાં આવેલા છે.
જુદા જુદા સમયનાં કલાવિધાન અને સ્થાપત્ય વિષે થોડો ખ્યાલ આવી શકે એ ઉદ્દેશથી આ પુસ્તિકામાં મૂર્તિઓ અને અવશેષોના કેટલાક ફોટોગ્રાફ મૂકી, સાથે તેની વર્ણનાત્મક નેંધ આપવામાં આવી છે.
વિવિધ મંદિર, પાળિયા, શિલાલેખ, કીર્તિસ્તંભ, વા વગેરેનાં જુદાંજુદાં પુસ્તકો એ પ્રાચીન કળા પર પ્રકાશ ફેંકવા માટે, હજી પ્રકટ કરવાં પડશે અને આ કામ, સંસ્થાનની પ્રાચીન સંસ્કૃતિ અને ઇતિહાસના પ્રેમી નામદાર શ્રી મહારાજાધિરાજ સાહેબની ઉદાર મદદથી અવશ્ય સફળ થશે.
For Private and Personal Use Only