________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સ્થળે ઢેર અને બીજી વસ્તુઓને મોટા પ્રમાણમાં વેપાર ચાલે છે કારણ કે આસપાસના પ્રદેશ વેપારનાં કેન્દ્રોથી ઘણે દૂર છે. - શામળાજી એ મુખ્યત્વે વૈષ્ણવ મંદિર છે અને પુરાણમાં એને ગદાધર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. પણ અહીં મળી આવતા શિવમંદિરના અનેક અવશેષોથી માલૂમ પડે છે કે એક સમયે અહીં શિવપૂજા અગત્યનો ભાગ ભજવતી હશે.
મુખ્ય મંદિર જેને શામળાજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને તે હિંદુસ્થાપત્યકલાને સુંદર નમૂને છે. અંદરની બાજુએ તેમજ બહિર્ભાગમાં તે સુંદર કોતરકામથી સુશોભિત છે. એ કતરણમાં દેવદેવીની મૂર્તિઓ, રામાયણ મહાભારતના બનાવે તથા કૃષ્ણના જીવનનાં આલેખને છે. (પ્લેટ ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ નં. ૩૫ થી ૪૨) હજી સુધી ત્યાંથી એક શિલાલેખ મળી આવ્યું નથી, પણ સંભવ છે કે એ મંદિર દસમી અથવા અગિયારમી સદીનું હાય. એનું સ્થાપત્ય બેલૂર અને હોબીડના વિખ્યાત મંદિરની ઢબનું કહી શકાય.
ગાધારીના મંદિર તરીકે ઓળખાતું અનન્ત બ્રહ્માનું મંદિર, વિશ્રામઘાટ ઉપર રઘુનાથજીનું મંદિર, રણછોડજીનું મંદિર અને હરિશ્ચન્દ્રની ચેરી તરીકે ઓળખાતા મંદિરની સુંદર કમાન એ આ સ્થળના બીજા પુરાતન અવશેષે છે.
એમાં અનન્ત બ્રહ્માની મૂર્તિ (લેટ ૪ નં. ૧૦) ખાસ નોંધ લેવા લાયક છે કારણ કે હિંદુ મુર્તિરચનાના સિદ્ધાંત પ્રમાણે તેની ઓળખ થઈ શકતી નથી. હજી સુધી આવી જાતની મૂર્તિ બીજે કયાંય નીકળી હોય તેમ જાણવામાં નથી અને જે
For Private and Personal Use Only