________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાન અને સમૃદ્ધિવતી નગરી હેવી જોઈએ. શિવ, વિષ્ણુ, દેવી અને સૂર્યભગવાનનાં એ મંદિર છે. અંતર્ભાગમાં ચોમેર દેવદેવીઓના ગેખલાવાળે એક વિશાળ. લંબચોરસ, કુંડ પણ અહીં છે (પ્લેટ ૨૪, નં. ૪૭).
આ મંદિરની બાંધણી (પ્લેટ ૨૬, ૨૭)બ્રાહ્મણ પદ્ધતિની છે અને એના સ્તંભો, કારરચના, છત તેમજ દિવાલો ઉપર ઉત્તમ શિલ્પકામના પ્રાચીન નમૂનાઓ છે. (પ્લેટ ૧૦, નં. ૨૩-૨૪-૨૫; હેટ ૧૧, નં. ૨૬-૨૭; પ્લેટ ૧૨, નં. ૨૯;
પ્લેટ ૨૫, નં. ૪૮-૪૯) મંદિરની બાંધણીમાં ચૂનાનું ચણતર જ નથી, પણ અધોભાગનો શિલાસમૂહ ઉપરની છતના ઘુમ્મટના ભારથી ટકી રહેલો છે. આ સ્થળની વિશેષ માહિતીનું સંશોધન કરવાનું હજી બાકી છે.
બેડ ચાંદરણી ગામના પાદરની બાજુમાં સંવત ૧૪૭૪ (સને ૧૪૧૪)માં બંધાએલી એક વાવ છે. સંવત ૧૧૦૪ (સને ૧૦૪૮)ના શિલાલેખવાળી શિવપાર્વતીની એક ખંડિત મૂર્તિ પણ ત્યાં છે. આ મૂર્તિ બહુધા રોડાનાં મંદિરે માંહેની જ હોવી જોઈએ તેથી એ સ્થળની પ્રાચીનતાના તે પૂરાવારૂપ છે.
ભવનાથ મહાદેવ હિંમતનગરથી ૧૮ માઈલ ઈશાન કોણમાં, ભિલોડા પટ્ટાના દેસાણ ગામની બાજુમાં ભૂગનાથ અથવા ભવનેશ્વર મહાદેવનું મંદિર છે. ચ્યવનઋષિના નિવાસસ્થાન તરીકે પુરાણોમાં આ સ્થાન સુવિદિત છે. ભૃગુઋષિએ અહીં ઘણા યજ્ઞો કર્યાનું કહેવાય છે અને જે કુંડની તેમણે વેદી બનાવી અને અગ્નિ પ્રગટાવેલો તે કુંડનું પાણી તથા માટી પતના રોગીઓને માટે ચમત્કારિક
For Private and Personal Use Only