________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
વાતનેત્રનો પ્રતીકાર. सैंधवं तवराजश्च लोभ्रं शीतेन वारिणा । पिष्टं नेत्रभृतं हन्ति वातरोगमसंशयम् ॥ ५॥ मधुकं तवराजश्च कुरंटफलमूलिका। नागरं नवनीतेन पिष्टं हंत्यक्षिमारुतम् ॥ ६ ॥ लवणं सैंधवं शुंठी मधुकं सहसर्पिषा । पूरितं नैत्रयोहति वातरोगमसंशयम् ॥ ७ ॥ मधुकं देवदारुश्च सैंधवं निंबपल्लवाः ।
श्रीखडं वारिणा पिष्ट्वा मुक्तं हन्त्यक्षमारुतम् ॥ ८ ॥ ૧. સિંધવ, તવરાજ (યવાસશર્કરા) લોધર, એ ત્રણને ઠંડા પાણી સાથે વાટીને આંખમાં ભરવાથી આંખના વાયુના રોગને જરૂર મટાડે છે.
૨ જેઠીમધ, વાસશર્કરા ધોળાકાંટાસલિયાનાં ફળ તથા મૂળ, અને શુંઠ, એ સર્વને માખણમાં વાટીને આંખે ચેપડવાથી નેત્રના વાયુ રોગને મટાડે છે.
૩. મીઠું, સિંધવ, શુંઠ, જેઠીમધ, એ સર્વને ઘીમાં ઘુંટીને બને આંખમાં ભરવાથી વાયુથી થયેલા નેત્ર રોગને નિશ્ચય મટાડે છે.
૪. જેઠીમધ, દેવદાર, સિંધવ, લીંબડાનાં પાંદડાં, સફેદ ચંદન એ સર્વને પાણી સાથે વાટીને આંખમાં મુકવાથી વાયુ સંબંધી આંખના રોગ મટે છે.
પિત્ત નેત્ર રોગના પ્રતીકાર, पद्मकं केलिपत्रं च तुत्थं मधुकमिश्रितम् ॥ पुटपक्कं जलमिश्र नेत्रस्थं पित्तरोगहृत् ॥ ९॥ शिला दारुनिशा लोभ्रं मधुकं च रसांजनम् ।
छागलीपयसा पक्वं नेत्रस्थं पित्तरोगहृत् ॥ १० ॥ ૧. કમળકાકડી, કેળનાં પાંદડાં, મોરથુથુ, જેઠીમધ, એ સર્વને મિત્ર કરીને તેનો પુટપાક કરો. પછી તેને જળમાં મિશ્ર કરીને આંખમાં નાખવાથી પિત્ત સંબંધી નેત્ર રોગને મટાડે છે.
For Private and Personal Use Only