________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૮) રવાળાં વગેરે ગમે તે જાતનું રત્ન હોય તે તે તપાવીને દરેક રસમાં સાત સાત વાર બોળવાથી ભસ્મ થાય છે.
શિલાજિતનું શોધન. શિલાજીતને ગાયના દૂધમાં, ત્રિફલાના કવાથમાં, ભાંગરાના રસમાં, જુદે જુદે એક એક દિવસ ખલ કરો. પછી તડકે મૂકી સૂકવવો એટલે તે શુદ્ધ થયે જાણ.
મંડૂર કલ્પના બેઢાના લાકડાના કેયલા કરીને તેમાં જૂના લેહકીટ નાખીને ધમણથી કુંકવું. લાલ થાય ત્યારે તે કીટ મૂત્રમાં નાખો. એ પ્રમાણે સાત વખત તપાવી તપાવીને ગેમૂત્રમાં નાંખીને પછી તેનું બારીક ચૂર્ણ કરવું. પછી એક વાસણમાં ચૂર્ણ કરતાં બમણે ત્રિફળાને કવાથ ઘાલીને તેમાં તે ચૂર્ણ નાખવું. અને સારી રીતે હલાવીને તે વાસણના મુખને કપડ માટી કરીને જંગલના અડાયાંને ગજપુટ અગ્નિ દે. ઠડે પડે ત્યારે તે વાસણ બહાર કાઢીને તેમાંથી પિલાકાટને શુદ્ધ મંડૂર થાય છે તે લે. એ મંડૂર ઉત્તમ છે.
ક્ષાર કાઢવાની રીત. ક્ષારવૃક્ષ, જેવાં કે, અઘાડે, આમલી, કેળ, ખાખરો, શેર, ચિ, રીંગણી ઇત્યાદિનાં લાકડાં આણને સૂકવીને બાળીને રાખ કરવી. પછી તેને એક વાસણમાં ઘાલીને તેથી ગણું પાણી તેમાં નાંખી બધી રાત પલળવા દેવું. સવારમાં ઉપરનું નિર્મળ પાણી લોઢાની કઢાઈમાં નીતારી લઈને તળે તાપ કરો, અને બધું પાણી બાળી નાખવું. પછી કઢાઈને સફેત ચૂર્ણ સરખે ક્ષાર વળગી રહે છે તે લઈ લે, એને પ્રતિસાર્ય ક્ષાર કહે છે. એ ક્ષાર ધાસાદિક
For Private and Personal Use Only