________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૬ શિક્ષણમાં ધાર્મિક શિક્ષણનું સ્થાન સમભંગીનું જ્ઞાન છે ? કયાં બીજા અસત તનું યુતિપૂર્વક ખંડન કરવામાં વૃત્તિ છે? આ બધું કાનું પરિણામ છે? આપણા ધાર્મિક સંસ્કારે ઢીલા પડ્યા છે તેનું, આપણું જ્ઞાન દબાઈ ગયું છે તેનું, આપણું તત્વજ્ઞાનની રૂચિ મટી છે તેનું. ધર્મનાં તત્વ તે સાધુ મહારાજ જ જાણે, તેઓ પ્રચાર કરે, આપણે તે સામાયિક-પડિક્રમણ કરવા સિવાય બીજું કશું કર્તવ્ય નથી, એવી પરાવલંબી ભાવના આપણા શ્રાવકમાં ઘર ઘાલી બેઠી છે તેનું. આ ભાવનાથી આપણા સમાજમાં ગૃહસ્થ વર્ગ જૈન ધર્મના મૌલિક ગહન તથી પરાગમુખ રહે છે, તેથી સામાન્ય રીતે પણ ધર્મ પ્રચારમાં તે કામ આવતું નથી. બીજી બાજુ, જે સાધુઓની બધી આશા રખાય છે, તે પણ દાવકાવસ્થાના પોતાના નબળા સંસ્કારે સાથે લઈને સાધુ અવસ્થામાં આવે છે, તેથી તેમાં ઘણાખરા સતત મહેનત, અનવરત પ્રયત્ન અને સાચી મહત્વાકાંક્ષા વગરના હોય છે, એટલે તેમનામાં પણ સ્વયરશાસ્ત્રનું પારંગતપણુ, ન્યાય વ્યાકરણ, કાવ્ય, કે, અલંકાર,
તિબ, અધ્યાત્મકલા, વિજ્ઞાનાદિનું ઉડું તાતવિક જ્ઞાન આવતું નથી. તેના પરિણામે તેઓ શિક્ષિત બુદ્ધિમાન જૈન જૈનેતર વર્ગમાં જોઈએ તે ધર્મપ્રચાર નથી કરી શકતા, એમ આપણે અનુભવીએ છીએ.
આમ સાધુ અને શ્રાવક વર્ગ બને તરફથી ધામિક જ્ઞાન સંસ્કાર માટે પૂરે અસંતોષ છે. પુરૂપ જાતિની આવી કડી દશા છે તે સ્ત્રી જાતિમાં સાધ્વી અને શ્રાવિકા વર્ગમાં તે કહેવું જ શું ? દિવસે દિવસે સાધ્વીઓ વધતી જાય છે અને તેઓ ધારે તે સ્ત્રી સમાજમાં ધર્મપ્રચારનું, નીતિ સમજાવવાનું, કુરૂઢિઓનું નિકંદન કરવાનું માલ કાર્ય કરી શકે, બલકે વર્તમાનકાળની દેશસેવિકાઓની જેમ પુરૂષ સમાજમાં પણ પિતાના ઉંડા જ્ઞાન, ચારિત્ર અને શીલના તેજથી ધણાખરા સુધારા કરી શકે, પણ વર્તમાનમાં નિરાશા ઉત્પન્ન કરનારી
For Private and Personal Use Only