________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૬
આજનું સ્ત્રીશિક્ષણ અને લેખિકાએ નિકળી છે. પણ તે અપવાદ સમાન છે. કેમકે તેમની સંખ્યા બહુજ ઓછી છે.
વર્તમાન શિક્ષાથી ઘણા થવાથી આર્યસમાજીઓ અને કેટલાક દક્ષિણીઓએ સ્ત્રીઓને સાચી શિક્ષા મળે, તેમનામાં પવિત્રતા આવે તે માટે કેટલાક પ્રયત્ન આદર્યા છે. પ્રાચીન અને નવીન સુધારાઓને એક સાથે મેળવી સ્ત્રીઓ માટે આદર્શ ગુરૂકુલે, સ્કૂલે અને વિદ્યાપીઠની ના થઈ છે એ એક સદ્ભાગ્યની નિશાની છે.
સરકારી સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં સ્ત્રીઓને માટે તેમને ઉપયોગી અભ્યાસક્રમ બને, સ્ત્રીઓ માટે સ્વતંત્ર કલેજે ખુલે અને તેમના સ્વભાવ તથા ભારતીય રિવાજો પ્રમાણે બધે જુદી બંદબરત થાય એ માટે ભારતની સ્ત્રીઓએ અને નેતાઓએ હિલચાલ જરૂર ચલાવવી જોઈએ.
કહેવાય છે કે “આપણે દેશ સ્ત્રી-શિક્ષા તરફ હંમેશા બેદરકાર રહ્યો છે. પણ તે હવે ચાલે તેમ નથી.” આપણે સ્ત્રી શિક્ષા તરફ વધારે લક્ષ આપવું ઘટે. હું તે સ્ત્રી શિક્ષાને પક્ષપાતી છું. તેમનામાં સાચી શિક્ષાનું સારું જ ફળ આવવાનું. માટે આપણે સ્ત્રીઓને યોગ્ય સાચી શિક્ષાનાં સાધને ઉભાં કરવાં જ જોઈએ. રાજ્ય તેમાં પૂરો સોગ આપે તે ભારત દેશ કેટલે આગળ વધે? તે દિવસ જલ્દી આવો કે આપણા દેશના બધાં સ્ત્રી પુરૂષ શિક્ષિત બને. મનુષ્ય લેક સ્વર્ગલેક બને.
For Private and Personal Use Only