________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
આજનું સ્ત્રીશિક્ષણ વિપરીત શિક્ષણ લેનાર કરતાં અશિક્ષિત વધારે સારું હોય છે. સરલ અને પવિત્ર હોય છે એમ મને લાગે છે.
વર્તમાનનું લગભગ ઘણું ખરું શિક્ષણ રાજસત્તાના હાથમાં છે. તેની દષ્ટિ હિન્દુસ્તાન માટે જુદા પ્રકારની છે. એટલે શિક્ષણકાર પિતાની દૃષ્ટિએ વર્તમાન ર અને કોલેજોમાં પોતાના ઉદ્દેશ્યની પૂર્તિ કરાય છે એમ વિચારક શિષ્ટ પુરૂષને કેટલાક વર્ષોથી જણાયું છે. તેમાં સ્ત્રીઓના હૃદય કમળ અને કમજોર હોવાથી પુરૂષો કરતાં તેઓ ઉપર વર્તમાન શિક્ષણની અસર વધારે ખરાબ થાય છે. તેમના ઉપર સંસ્કારે જલ્દી પડે છે.
આપણે છાપા દ્વારા કે બીજી રીતે જાણે ખુશી થઈએ છીએ કે “વર્તમાનમાં સ્ત્રીઓ ઉચું (હાઇસ્કૂલે અને યુનિવર્સિટિઓનું) શિક્ષણ લેવા માંડી છે એટલે દેશને ઉદ્ધાર જલ્દી થશે. ભારતમાં સાચી દેવીઓ થશે.” પણ મને માફ કરવામાં આવે તે હું કહીશ કે આપણું આશા મૃગ વૃષ્ણિકા જેવી છે. આધુનિક શિક્ષણથી પુરૂષ કરતાં વધારે સ્ત્રીઓમાં અનારેગ્ય, દારિદ્રય, વિલાસિપણું અને અશાન્તિ આવે છે. તેમના જીવન ઉપર જે સદાચારને ધાર્મિક ભાવનાની અસર પડવી જોઈએ તેના કરતાં ઉલ્ટી અનિષ્ટ અસર પડે છે. તેમનામાં શિક્ષણથી માતૃત્વને વિકાસ, પતિ ભક્તિ, લજજાળુતા, અને બીજા સારા ગુણોના સંસ્કાર પડવા જોઈએ તે નથી પડતા.
આપણે જોઈએ છીએ કે મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ જેવા અનેક ગામમાં વર્તમાનિક ઉચ શિક્ષણથી સ્ત્રીઓ ઉપર કેવી અસર પડે છે? આ શિક્ષણથી ઘણી ખરી સ્ત્રીઓ વિલાસી, આળસુ અને અસહિષ્ણુ નથી થતી શું ? તેમનામાં અનિચ્છનીય
For Private and Personal Use Only