________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણને રચના સંવત હમ વ્યાકરણની શરૂઆત.
તે વખતના અને પાછળના બધાય ગ્રંથકાર એકમતે કહે છે કે મેલવાના વિજય પછી સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્ય પાસે આ
વ્યાકરણ બનાવરાવ્યું. તેમ આ જ વ્યાકરણના “રઘતે '' (પા. ૨૮) સુત્રની પજ્ઞ ઋયુવૃત્તિ અને વૃદવૃત્તિ માં “અન્ન નિદ્રાવતી” ( સિદ્ધરાજે ઉજજૈની નગરીને ઘેરી) એમ વ્યાકરણકાર હેમાચાર્ય પોતે કહે છે, અને આની પ્રશસ્તિમાં (શ્લેક ૧૯ થી ૨૯ સુધી) પણ માલવાના વિજયનું વર્ણન હેમાચાર્યું કર્યું છે. એટલે એમાં જરાય શંકા જેવું નથી. પ્રભાવક ચરિત્રકાર કહે છે તેમ માલવાની ( ઉજૈની) લૂંટમાં ત્યાંને એક ગ્રંથ ભંડાર પણ પાટણ આવ્યો હતો. તેમાં “ભેજ વ્યાકરણ જયસિંહરાજાએ દી; તેથી તેવું નવું વ્યાકરણ બનાવરાવવાની તેની ઈચ્છા થઈ. તેનામાં રાષ્ટ્ર પ્રેમ હતો. ગૂજરાતના લોકો ગૂર્જર પંડિતના જ ગ્રંથ ભણે એમ તે ચાહતો હતો. તેમ એક સારા વ્યાકરણની બેટ પણ
૧ જુઓ પ્રભાવક ચરિત્રમાં હેમચં. ચ૦ માં ૭૦ થી ૯૫ લોક સધી રાજાને એક સરલ અને સંપૂર્ણ વ્યાકરણની ઉણપ ખટકતી હતી, તે માટે આ વ્યાકરણની પ્રાપ્તિના છેલ્લા પવમાં હેમાચાર્ય પોતે પણ લખે છે. જેમ –
तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दाऽनुशासनसम्हकर्थितेन । अभ्यर्थितो निरवम विश्विद् व्यधत शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः પ્રસ્તુત-હેમ-વ્યાકરણના મહત્વ વિષે વધુ જાણવું હોય તે જુએ ગુજરાતનું પ્રધાન વ્યાકરણ' નામનો નિબંધ, “જે આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ માં મંજુર થયો હતો. આ આખેય નિબંધ “પુરાતત્વ ના પુસ્તક ચોથામાં (પેજ ૨૧ થી) છપાયો છે.
For Private and Personal Use Only