________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદ્વાદ મંજરી
અધર્મને પુષ્ટ કરનારી પણ થાય છે. આપણું સાધુઓમાં તથા સાવીએમાં ઘણાંએ બુદ્ધિશાળી છે અને પશ્ચિમી પણ છે. તેઓને માટે સ્યાદ્વાદમંજરી ભણવી એ એક આનંદને વિષય કહેવાય છે. '
જૈન સમાજમાં ઘણાને એ વાતની ખબર નહિ હશે કે હિન્દુ કોમમાં અને ખાસ કરીને આર્યસમાજમાં સંસ્કૃત અને પ્રાકૃતની આવશ્યકતા અને રૂચિ દિન-પ્રતિદિન વધતી જાય છે. યુનિવર્સીટીમાં, કલેજે, ગુરૂકલે, અને હાઈસ્કૂલમાં પણ હવે સંસ્કૃત અભ્યાસ કર છાત તરીકે દાખલ થયા છે. અને થતો જાય છે. ઉત્તર ભારત, બંગાળ અને મહારાષ્ટ્રના વિદ્વાની તે હવે એવી માન્યતા થઈ ગઈ છે કે સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી અને દેશભાષા નહિ જાણનાર મનુષ્ય વિદ્વાન, સંશોધક, ભાષાશાસ્ત્રી, સંપાદક, પૂરાતત્ત્વજ્ઞ કે સારે લેખક થઈ ન શકે. આ વાત વસ્તુતઃ ભારતીય લેકે માટે બીલકુલ સાચી છે. આપણે જોઈએ છીએ કે જે પ્રાંત, સમાજ કે મનુષ્ય ઓછામાં ઓછી ઉપર્યુક્ત ચાર ભાષામાંથી એક ભાષાથી અનભિગ્ન હોય તે તે ઉપરના ક્ષેત્રમાં પૂર્ણ યોગ્યતા મેળવી શકતા નથી. ગુજરાતમાં ઘણા અંગ્રેજી ભણેલા લેખકે અને વકતાઓ છે. અને ઘણાએ પિતાના તરફથી નિકળતા ચિત્રાવળાં ભભકાદાર માસિકને સાહિત્યનું સુંદર, ઉત્તમ કિંવા ઉચ્ચતમ માસિક કિંવા ત્રમાસિક, માને છે અને મનાવે છે, લખે છે અને બેલે છે. પરંતુ એક વિદ્વાન સમાચક તે તે માસિકને વિદ્વાન અને સાહિત્યક માસિક તે નહિં જ ગણે.
સંસ્કૃત અને પ્રાકૃતથી અનભિન્ન ગુજરાતના જૈન અને હિન્દુ, પારસી કે મુસલમાન જેટલા પ્રસિદ્ધ મનુષ્યો અને પત્ર છે તેમાં વિશાળ જ્ઞાન સંબંધી ઘણી ખામીઓ અને અશુદ્ધિઓ જણાય છે. ભાષાદિષને તે ત્યાં સુકાળ છે અને સમાચના કિંવા ધખાળ
For Private and Personal Use Only