________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
જેની સપદાર્થો પણ જેને જૈન પ્રક્રિયાનું આછું પણ જ્ઞાન ન હોય તેને તે ગ્ર બહુજ અઘરા શુષ્ક લાગે છે. જે બારાખડી ભણ્યો ન હોય તેને પહેલીથી લઈ સાતમી સુધી બધી ચેપડીઓ અને સાહિત્યિક લેખો અઘરા લાગે તેમ અહીં પણ સમજવું. વર્તમાનમાં અત્યાર સુધી તક સંગ્રહ જે જૈન ન્યાયને ગ્રંથ પ્રસિદ્ધ ન હતો, એટલે આપણા સાધુઓ અને જૈન ગૃહસ્થને પણ તર્કસંગ્રહ જાણ પડતો કે જેમાં જૈનતત્વનું વર્ણન નથી, પણ તૈયાયિક કે વૈશેષિકનું છે. હવે દરેક જૈન સાધુ તથા ગૃહસ્થ આ ગ્રંથથી પિતાની જિજ્ઞાસા પૂરી કરી શકશે, એ ભાવનાથી જ આ ન્હાના સરલ પણ ઉપયોગી ગ્રંથને સંપાદન કરવાનું કામ મહું હાથ ધર્યું છે. હું આશા રાખું છું કે જૈન મુનિઓ તથા ગૃહસ્થ આ ગ્રંથને ભણી ગ્રંથકાર અને ગ્રંથ સંપાદનની ભાવનાને ફળવતી બનાવશે.
ગ્રન્થનું નામ આનું નામ જૈની સપ્તપદાર્થ છે. પ્રાણિ માત્રમાં બીજાનું અનુકરણ કરવાની ટેવ જરૂર હોય છે. વ્યાજબી કે ગેરવ્યાજબી છેડા ઘણા અંશે દરેક જી પિતાને ગ્ય અનુકરણ કરે છે, એ આપણે મનુષ્ય પશુ અને પક્ષીઓના વ્યવહારમાં નજરે જોઈએ છીએ.
વ્યવહારની જેમ સાહિત્યકળા અને ધર્માનુષ્ઠાનમાં પણ તેને આકાર પ્રકાર નામ વિગેરે અનુભવાય છે. અમુક ગ્રંથકારે અમુક ગ્રન્થનું એક નામ પાડયું એટલે તે સારું લાગતાં વર્તમાન અને ભવિષ્યના ગ્રન્થકારે પિતાનાં પુસ્તકોના નામ પાડવામાં તે ગ્રન્થના નામનું સંપૂર્ણ કે અંશતઃ અનુકરણ કરે છે. દાખલા તરીકે કાલિદાસના મેઘદૂત કાવ્યના પ્રકાર પદ્ધતિ સિવાય તેના નામનું અનુકરણ અનેક દેશ ધર્મ અને સમાજના ગ્રન્થકારેએ કર્યું. તેના ફળ સ્વરૂપ બે ડઝનથી વધારે
For Private and Personal Use Only