________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિલપના બે જૈન ગ્રંથ
કર૧ ત્રિજા પ્રકરણમાં પ્રાસાદના ૨૪ પ્રકાર બતાવ્યા છે. જે પહેલા ગુજરાતીમાં જ આપી ચૂક્યો છું.
આ ગ્રંથના કર્તા શ્રી ઘંધકલકુલમાં થએલ ઠક્કર ફરૂ છે. તે પિતાને પરિચય સંક્ષેપમાં આપતાં પ્રશસ્તિમાં લખે છે કે –તેની માતા ચન્દ્રા હતી. તે જાણુપુરમાં રહેતો હતો. આ ગ્રંથમાં લખવા પૂર્વે શિલ્પ વિષયને ઘણુ ગ્રંથ ગ્રન્થકારે જોયા છે, અને ઘણું અનુભવ પછી પરોપકાર માટે આ ગ્રંથ લખે છે, એવું ગ્રંથકાર જણાવે છે.
પ્રસ્તુત ગ્રંથની રચના ૧૩૭માં વિજયાદશમીના દિવસે પૂરી થઈ છે. આ સંવત્ વિક્રમ કે શાકે છે? તેનો ઉલ્લેખ આ ગ્રંથમાં નથી, પરંતુ છ થી વધારે વર્ષો પહેલા આ ગ્રંથ છે એમાં તે શક નથી.
ગ્રંથકાર જૈન ધર્મ પાળનાર હતા. તેણે મંગલાચરણમાં સમ્યકત્વનું અનુસરણ કરનાર દેવને વંદન કર્યું છે. અને અનેક ઠેકાણે પરમ જૈન ઠકુર ફેર તરીકે પોતાને ઉલ્લેખ કરે છે. જેનોમાં આ વિષયના ગ્રન્થ ઓછા મળે છે, તેમાં આ ગ્રન્થ આશીર્વાદાત્મક ગણાશે.
વર્તમાનમાં સૂરતથી નિકળેલ શોભન સ્તુતિ સટીક વિગેરેમાં કેટલાંક જૈન દેવી દેવતાઓના ચિત્ર છપાયાં છે. પણ તે જૈન ચિત્રકળાની દષ્ટિએ જોઈએ તેવા નિર્દોષ અને સંપૂર્ણ લક્ષણપત નથી. જે આ વિષયના પ્રાચીન ગ્રંથો લેકેના હાથમાં આવે તે શિલ્પકળા વિષે ઘણું જાણવાનું મળે અને જૈન શિલ્પકળાની સાથે ભારતીય શિલ્પકળામાં પણ ઘણું અજવાળું પડે.
For Private and Personal Use Only