________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
•org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮ બે સોલંકી રાજાઓના સમયમાં થયેલી સાહિત્યની પ્રગતિ તેઓ વિદ્યાના પ્રેમી પણ હતા. તેથી તેમના ૩૦૦ વર્ષના રાજ્યકાળમાં વિદ્યાની વૃદ્ધિ અને સાહિત્યની ઉન્નતિ ઘણી સારી થઈ શકી છે. આ સૌભાગ્ય ગુજરાતને મળ્યું છે. સેલંકીઓને શાસનકાળમાં ગુજરાત જેટલું અને જેવું સાહિત્ય મેળવ્યું છે, જેટલી વિદ્યાની પ્રગતિ સાધી છે, જેટલી શિલ્પકળામાં તરક્કી કરી છે અને જેટલાં ધર્મસ્થાને કાર્યોનું નિર્માણ કર્યું છે એટલું કાઈના શાસનકાળમાં થયું નથી. એમના રાજ્યકાળમાં ગુજરાતની કીત્ત ચોમેર પ્રસરી. ગુજરાતનો દરેક જાતને સારો ઈતિહાસ સર્જાશે અને ગુજરાત કળા-સાહિત્ય વિદ્યામાં ગૌરવશાળી થયે છે. સેલંકીએમાં છેલ્લા બે રાજાઓ બહુ જ વિખ્યાત, પ્રતાપી અને સાહિત્યના ઉત્તેજક થયા છે. તેમાં એક તે સિદ્ધરાજ જયસિંહ અને બીજે કુમારપાળ. આ બેના શાસનકાળમાં સાહિત્ય વિદ્યાનો વેગ કેવા પ્રકારનો રહ્યો તે સંબંધી આપણે પ્રમાણ સાથેનો વિચાર કરીએ.
વિક્રમની ૧૧ મી સદીમાં પરમાવંશીય ભેજ માલવાને રાજા હતો. તે ઘણો વિદાળુ, વિદ્યાને વિકાસ અને વિધાનની કદર કરનાર હતો. તેના કાળમાં સાહિત્યકળા-વિદ્યાને સારો સર વેગ મળ્યો હતો. તેની સાથે પ્રથમ ભીમદેવની દુશ્મનાવટ થઈ હતી. અનેક
૧ ટેડરાજસ્થાન, '૨ સિદ્ધરાજ માટે જુઓ મારૂં લખેલું તેનું જીવન ચરિત્ર ( સમયકાળ વિ. સં. ૧૧૫૦થી વિ. સં. ૧૧૯૯ સુધી )
3 જુઓ ‘મહારાજા કુમારપાલ ચૌલુક્ય' નામનો નિબંધ, જે ઓઝા અભિનંદન ગ્રંથ (ભારતી અનુશીલન) માં છપાયે છે. આનો રાજ્યકાળ વિક્રમ સંવત ૧૧૯થી ૧૨૩૦ સુધી છે. તે નિબંધમાં કુમારપાલના જીવનની ઘણું ઐતિહાસિક બાબતે મેં લખી છે.
૪ જુઓ પ્રબંધ ચિંતામણુને ભોજ ભીમપ્રબંધ.
For Private and Personal Use Only