________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૦ મેવાડ રાજ્યનાં પુસ્તકાલય અને મ્યુઝીયમ સારો રસ ધરાવે છે. આ બંને સંસ્થા ઉદયપુરના રાજ્યના ખરચથી ચાલે છે. આના નિભાવ માટે રાજય દર વર્ષે ૩,૪૦૦ રૂપિયા ચિત્તોડી એટલે કે બે હજાર રૂપિયા ખચે છે. આખા ઉદયપુર રાજ્ય તરફથી જનતાને માટે ફક્ત આ એક જ પુસ્તકાલય છે. આની પ્રગતિ માટે ઘણે અવકાશ છે, માટે મેવાડના રાજ્ય પૂરતું લક્ષ્ય આપવું ઘટે.
સજન વાણીવિલાસ આ પુસ્તકાલય રાજમહેલમાં છે. આની સ્થાપના ઈસ્વી સન્ ૧૯૩૧માં મહારાણા સજનસિંહજીના શાસન કાલમાં થઈ છે. આમાં નીચેના ખંડમાં “ઈતિહાસ કાર્યાલય છે. ત્યાં સરકારી તવારીખને લગતાં પુસ્તકો, દસ્તાવેજો, પટ્ટાઓ, સિક્કાઓ અને તામ્રપત્રોનું પણ સાહિત્ય સંગ્રહાયેલું છે. રાજ્ય તરફથી પ્રજાને કઈને કાંઈ પણ જમીન યા બીજી કોઈ વસ્તુ ક્યારે અપાણી છે તે બધી નોંધ અહીં રહે છે. આમાં કુલ ૧,૬પ૮ પુસ્તકો છે, જેમાં થોડાંક હસ્તલિખિત પણ છે. આ સંસ્થાના ઉપરી શ્રીમાન દધિવાડિયા કણદાનજી ચારણ છે. જેમાં વિદ્યાપ્રેમી, સજન, વિદ્યાનું અને રાજ્યભક્ત છે. તેથી રાજ્ય તરફથી તેમને જાગીર અને માન મળેલાં છે. આ સંસ્થામાં પણ નવાં પુસ્તકો ખરીદવા તરફ બહુ જ ઓછું ધ્યાન અપાય છે.
સરસ્વતી ભંડાર આ પુસ્તકાલય પણ મહેલમાં જ, સજનવાણી વિલાસની પાસે જ છે. તેમાં જૂના કાલથી સંગ્રહિત થયેલાં હસ્તલિખિત પુસ્તક સારે સંગ્રહ છે. કુલ ૨,૩૧૯ પુસ્તકે છે, તેમાં કુલ ૩૧ વિભાગના આ પ્રમાણે પુસ્તકો છે.
For Private and Personal Use Only