________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાધુઓના વિહારની મહત્તા ૩૩૭ ત્યાં ને ત્યાંજ મૂકી આવ્યા. તે મંદિર અને ઈમારતેને લેકે મનમાં આવે તેમ ઉપાડી ગયા. શ્રીયુત રામલાલ ચુનીલાલ મેદીએ લખ્યું છે કે પાંચ વર્ષ સુધી લાગ2 પાટણની નવી ઈમારતે માટે જૂના પાટણને પત્થર વપરાયે છે. હમણાં પચાસેક વર્ષથી બહારથી પત્થર આવવા લાગ્યો છે. આ વાત તન માનવા જેવી સાચી લાગે છે. નવા પાટણમાં મંદિરમાં કે મજીદોમાં, વાવમાં કે કુવાઓમાં, ઘરમાં કે કચેરીઓમાં, કિલ્લામાં કે ભીમાં જ્યાં જુઓ ત્યાં જૈન મંદિર વિગેરેનાં પ્રાચીન શિલ્પના ચિહ્નો સાફ સાફ જણાય છે. જૂની કાલકા મંદિરને ઘણખરે ભાગ જાના પાટણની ઈમારતને થાંભલાઓથી તથા પથરાઓથી તૈયાર કરવામાં આવ્યો છે.
આ બે લેખ સં. ૧૨૮૪ ના એટલે કે ૭૦૭ વર્ષના જુના છે. તે પાટણના રવાડ જૈન ગૃહસ્થોએ તરાવેલા છે. મધ્યકાળમાં વાદિદેવસૂરિથી શ્રીપાલ વસ્તુપાલતેજપાલ વિગેરેથી પરવાડ જાતિ ઘણીજ પ્રગતિમાનું તથા મહાયશવી હતી. રાજ્યમાં, સમાજમાં, સાહિત્યમાં કે વ્યાપારમાં પોરવાડ જાતિને ઘણો હિસ્સો હતો. પહેલાં તે જૈન ધર્મ પાળનારીજ હતી, હજુય છે પણ ગુજરાતમાં કેટલાક દશા પોરવાડ વૈષ્ણવ ધર્મમાં ગયા છે, અસ્તુ. પહેલા થાંભલામાં પેથડ નું નામ છે અને બીજામાં ચંડપ્રસાદના પુત્ર “સમનું નામ છે. તે કદાચ વસ્તુપાલને કુટુંબી હોય. બન્ને પાટણના રહેવાસી હતા એમ લખ્યું છે. આ બન્ને શિલાલેખોમાં વિશેષણ તરીકે ઠ૦ લખ્યું તેને અર્થ ઠાકોર થાય છે. મધ્યકાળમાં હર એક બહુમાન વાચક વિશેષણ પદવી અથવા રાજ્ય પ્રાપ્ત ટાઈટલ કહેવાતું હતું. દેવાસ, માંડવગઢ, ધાર (માળવા)માં હજુય ઘણા ખરા પરવાળ માટે ઠાકોર વિશેષણ લગાડાય છે.
For Private and Personal Use Only