SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ૪૦ હારીતસંહિતા. મલયનામે પર્વત જે દક્ષિણમાં છે તેને વાયુ કડ, તુર અને મધુર છે; વળી તે મંદ, સુગંધવાળો અને શીતળતા ગુણ યુક્ત છે. આ પવન મલયાનિલ એવા નામથી પ્રસિદ્ધ છે તથા તે સ્ત્રીઓના ચિત્તને અત્યંત હરણ કરનારી છે. દક્ષિણ દિશાનો વાયુ, मनोभवस्य प्रकरो मरुत् स्यात् कफोद्भवः संभवति प्रचारः। न चातिशीतो न तथोष्णको वा शुभश्च याम्यां प्रभवः समीरः ॥ - દક્ષિણ દિશાને વાયુ કામને ઉત્પન્ન કરનાર છે. તેનું વહન કફને ઉત્પન્ન કરે એવું છે; એ વાયુ બહુ શીતળ કે બહુ ગરમ નથી, પણ સારે છે. નૈડત્યકેણને વાયુ, रूक्षोष्णवातप्रशमः समीरः कटुम्लपित्तासृजि दोषकारी । प्रशोषणो देहबलस्य वायुः कफान्वितो नैर्ऋतिकः समीरः॥ નૈઋત્ય ખૂણાને વાયુ રૂક્ષ, ઉષ્ણ અને વાયુને શમાવનારે છે; તેને રસ તીખે છે, તથા તે અમ્લપિત્ત અને રકત વિકારમાં દોષ ઉત્પન્ન કરે એવો છે. વળી એ વાયુ દેહના બળનું શેષણ કરનાર અને કફ થકી યુક્ત છે. પશ્ચિમ દિશાને વાયુ, अथातिसूक्ष्मो मरुतः प्रशस्तः करोत्यवाच्यास्तु दिशः प्रवृत्तः। वायुस्तथोदीरति रक्तपित्तं शस्तो व्रणानां कफशोफिनां वा॥ - પશ્ચિમ દિશામાંથી પ્રવૃત્ત થયેલો વાયુ અતિ સૂકમ છે તથા હિતકરે છે અથવા તે વાયુનું થોડું સેવન કરવું એ હિતકર છે. એ વાયુ રક્તપિત્તને કોપાવે છે તથા ત્રણ રોગીને, કફ રોગીને અને સેજાના રેગવાળાઓને હિતકર છે. વાયવ્ય દિશાને વાયુ, वायव्यजातः पवनः प्रशस्तः कषायसंशुष्कगुणैः प्रपन्नः। करोति वातस्य चयं नराणां शस्तोऽथ निन्द्यो व्रणशोफिनां च ॥ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy