________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટમસ્થાન–અધ્યાય પહેલે.
૮૦૯
અને તમે ગુણથી પાપ ઉપજે છે. આકાશથી સત્વ, સત્વથી સત્ય, સત્યથી તપ, તપથી નીતિ નિય), નીતિથી વિવેક, વિવેકથી શાંતિ અને શાંતિથી ધર્મ ઉપજે છે. સત્યથી રજોગુણ, રજોગુણથી કામ, કામથી લલુતા, લલુતાથી અસત્ય, અને અસત્યથી પાપ ઉપજે છે રસથી કામ, કામથી અભિલાષ, અભિલાષથી પ્રજા, પ્રજાથી મિત્રતા, મિત્રતાથી સ્નેહ, સ્નેહથી મોહ, મોહથી માયા, માયાથી બ્રાંતિ, ભ્રાંતિથી મિથ્યા, મિથ્યાથી અવિધા, અવિધાથી પુણ્ય પાપ, અને પુણ્ય પાપથી જન્મ થાય છે.
જાગ્રદાદિ અવસ્થાઓની ઉત્પત્તિ. सत्वाच्च जाग्रदेव स्यात्तमसा स्वपते प्रभुः । तमसा प्रवृतो देही व्योमेन शून्यतां गतः ॥ देहं विश्रमते यस्मात्तस्मान्निद्रा प्रकीर्तिता ।। नासोर्ध्वं च भ्रुवोर्मध्ये लीयते चान्तरात्मना ॥ तत्र चेतो भवेत्तस्मानिद्रायां लीयते नरः। सत्वात्तेजः समाख्यातं तेजसा पित्तमेव च । जायते वायुस्तमसः स्वपते तमसावृतः॥ वायोस्तमासमायोगात्स्वप्नावस्थेति गीयते ॥ सत्वं तमस्तथा वायुर्वर्तते चैकयोगतः ।
सुषुम्णा सा महाप्राज्ञ ! विज्ञातव्या प्रयत्नतः ॥ સવગુણથી જાગ્રત અવસ્થા ઉત્પન્ન થાય છે અને તમે ગુણ દેહને પ્રભુ જે જીવાત્મા તે શયન કરે છે. જીવ જ્યારે તમોગુણથી ઢંકાય છે ત્યારે આકાશ તત્વવડે તે શૂન્યપણાને પામી જાય છે. શુન્યપણાને પામીને તે દેહને વિશ્રામ આપે છે માટે તેને નિદ્રા કહે છે. અંતરાત્મા સહિત ચિત્ત નાકથી ઉપરના ભાગમાં અને બન્ને ભમરની વચ્ચે લીન થાય છે, માટે નિદ્રા ઉત્પન્ન થાય છે અને તે નિદ્રામાં મનુષ્ય લીન થાય છે. સત્વ થકી તેજ ઉત્પન્ન થાય છે, અને તેજથી પિત્ત ઉપજે છે. તમોગુણથી વાયુ ઉત્પન્ન થાય છે અને તે તમોગુણથી વીટાયલે મનુષ્ય નિદ્રા પામે છે. વાયુ અને તમોગુણના વેગથી સ્વમાવસ્થા ઉત્પન્ન થાય છે. સત્વ, તમે ગુણ અને વાયુ એ ત્રણને જ્યારે એક યોગ થઈને વર્તે છે ત્યારે હે
૧ મનસ:, ૧
.
For Private and Personal Use Only