________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૦૨૮
હારીતસંહિતા.
શસ્ત્રથી મરી ગયેલા ગર્ભના બન્ને ખાતુ કાપીને તે પ્રથમ ખાવાર કાઢવા અને પછી ગર્ભને બહાર કાઢવા.
પ્રસૂતિ કરનારા મંત્રૌષધ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लाङ्गल्या मूलं उष्णेन वारिणा पेषितम् योषितां नाभिलेपस्तेन शीघ्रं गर्भो प्रसूयते । बलामूलं सूर्यकान्ति सोमवल्लीकांजिकजलेन पिष्ट्वा लेपनं करोतु ॥
લાંગલી નામની વનસ્પતિનાં મૂળને ગરમ પાણીમાં વાટીને સ્ત્રીની નાભિ ઉપર તેનો લેપ કરવાથી જલદી ગર્ભની પ્રસૂતિ થાયછે. લા ( ખપાટ ) નું મૂળ, સૂર્યકાંતિ ( સૂરજવેલ ), સોમવલ્લી ( બ્રાહ્મી ), એ ત્રણને કાંજીના પાણીમાં વાટીને લેપ કરવા.
સુખથી પ્રસૂતિ કરનારાં આષધ, भीरुभूनिम्बवार्ताकीमूलं च पिप्पलीयकम् । यवान्यावचाः पिष्ट्वा तथा चोष्णेन वारिणा ॥ नाभिदेशादधस्ताच्च प्रलेपेन प्रसूयते । मूलं च लाङ्गलिक्याश्च देवदाल्याश्च तुम्बिका ॥ कोशातक्यादिकं सर्वे लेपने परिकल्पितम् । सूतिलेपाः स्त्रियो होते सुखेन सा प्रसूयते ॥ શતાવરી, કરિયાતુ, રીંગણીનું મૂળ, પીપર, યવાન અજમો, અજમો, વજ, એ સર્વને ગરમ પાણીથી વાટીને નાભિથી નીચેના ભાગમાં લેપ કરવા, તેથી સ્ત્રી સુખથી પ્રસવે છે.
લાંગલીનું મૂળ, કુકડવેલાનું મૂળ, તુંબડીનું મૂળ, ગલકીનું મૂળ, એ સર્વે પ્રસૂતિને અર્થે લેપન કરવાનાં ઔષધો છે. એ પ્રકૃતિના લેપવડે સ્ત્રીઓ સુખથી પ્રસૂતિ થાયછે.
પ્રસૂતિ કરનારા મંત્ર.
अथ मन्त्रः ।
हिमवदुत्तरे कूले सुरसा नाम राक्षसी । तस्या नूपुरशब्देन विशल्या गुर्विणी भवेत् ॥
For Private and Personal Use Only