________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૨
હારીતસંહિતા.
પાન (ક્વાથાદિકનું), શરીરે ચોળવાનું ઔષધ, મન, એવા ઉપાય માથાના રંગમાં જવા. વાયુ તથા કફથી થયેલા માથાના દરમાં તથા વાગવાથી થયેલા માથાના રોગમાં સ્વેદન ઉપચાર કરવા. પણ પિત્તથી કે રકાથી માથાનું દરદ થયું હોય તે તેમાં સંવેદન ઉપચાર કરવા નહિ. રક્તથી થયેલા માથાના દરમાં શિરાવેધ કરે. તેમ કેઈવાર પિત્તથી થયેલા માથાના રોગમાં પણ શિરાવેધ કરવાને હરકત નથી.
( સ્વેદન ઉપચાર, कोकिलाक्षा च तर्कारी कटुका निम्बपत्रकैः । शोभाञ्जनकपत्रैस्तु क्वाथबाष्पेण स्वेदयेत् ।
अमीषां च प्रलेपेन सौख्यं चास्य प्रजायते ॥ એખરો, અરણી, કુટકી, લીમડાનાં પાંદડાં, સરગવાનાં પાંદડાં, એ સર્વન કવાથ કરીને તેની વરાળ આપીને માથે સ્વેદ કોઢ, એ જ ઔષધના લેપથી મનુષ્યને સુખ ઉપજે છે.
પિત્તશિરોરોગ ઉપર લેપ, संशीतपरिषेकैश्च यष्टीमधुकचन्दनैः । केसरैर्मातुलुङ्गैश्च पित्तजे शीतलेपनम् ॥ - कदम्बार्जुनशीग्रुश्च लेपनार्थे भिषग्वर!॥
પિત્તથી થયેલા માથાના રોગ ઉપર ઠંડા પદાર્થોનું સિંચન કરવું. જેઠીમધ, ચંદન, કેસર, બીજોરું, એ પદાર્થોને ઠંડા લેપ કરવા. હે વેધક! કંદબની છાલ, સાદડની છાલ તથા સરગવાની છાલને લેપ કરવો.
શિરોગ ઉપર નસ્ય પ્રયોગ, गुडेन नागरा वापि पथ्या वापि गुडेन वा। गुडशोभाञ्जनरसैनस्ययोगान् पृथक् पृथक् ॥ नस्येन वातसंभूता शिरोऽतिश्चोपशाम्यति । मरिचं कट्रफलं पथ्या मूत्रेणोष्णोदकेन वा ॥ नस्यं कफोद्भवे घोरे शिरोरोगे भिषग्वर! । वचामधुकसारं वा मूलं वा गिरिकर्णिकम् ।
नस्यप्रयोगे विहितं सन्निपाते शिरोगदे ॥ ૧ તુંવીપિ. પ૦ રૂ ષ. શા યુવ:. ઘ૦ ૪થી.
For Private and Personal Use Only